Site icon

આવતા મહિને PM MODIને મળી શકે છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ-બન્ને વચ્ચે અહીં યોજાઈ શકે છે પહેલી મુલાકાત

Pakistan : War No More An Option: PM Shehbaz Sharif Says Ready To Hold Talks With India

Pakistan : ભારત સાથે મિત્રતા કરવા પાકિસ્તાન ઘૂંટણિયે, 6 મહિનામાં બીજી વખત શાહબાઝ શરીફે વાતચીત માટે કરી ઓફર..

News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) અને તેમના પાકિસ્તાની સમકક્ષ(Pakistani equivalent) શાહબાઝ શરીફ (Shehbaz Sharif) વચ્ચે જલદી એક બેઠક યોજાઈ શકે છે.   મીડિયા રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી(Prime Ministers of India and Pakistan) ઉઝ્‌બેકિસ્તાનના(Uzbekistan) સમરકંદમાં(Samarkand) શંઘાઈ સહયોગ સંગઠન(Shanghai Cooperation Organization) (એસસીઓ) શિખર સંમેલન(Summit) દરમિયાન બેઠક કરી શકે છે.  

Join Our WhatsApp Community

એસસીઓ શિખર સંમેલનનું આયોજન ૧૫-૧૬ સપ્ટેમ્બરે ઉઝ્‌બેકિસ્તાનના સમરકંદમાં થશે. અહીં આ સંગઠનના નેતા (organization leader) પ્રાદેશિક પડકારો (Regional challenges) પર ચર્ચા કરવા માટે એક સાથે બેઠક કરશે. સૂત્રો અનુસાર પાક પીએમ શાહબાઝ શરીફ પણ તે સંમેલનમાં સામેલ થશે. આ દરમિયાન શાહબાઝ શરીફની ચીન, રશિયા, ઈરાનના રાષ્ટ્રપતિઓની(Presidents of China, Russia, Iran) સાથે-સાથે પીએમ મોદીને પણ મળવાની સંભાવના છે.  

આ સમાચાર પણ વાંચો :  વર્ષ 2024 ની ચૂંટણી હવે ભાજપ માટે પહેલા જેટલી આસાન નહીં હોય- બિહારના સત્તા પલટા પછી રાજનૈતિક વિશ્લેષકોની ભવિષ્યવાણી

શાંઘાઈ સહયોગ સંગઠન એક યુરેશિયન રાજનીતિક આર્થિક અને સુરક્ષા સંગઠન(Eurasian Political Economic and Security Organization) છે. ભૌગોલિક ક્ષેત્ર (Geographical area) અને જનસંખ્યાના સંદર્ભમાં(terms of population), આ વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન છે. શંઘાઈ ફાઈવ બાદ એસસીઓ સંગઠન બનાવવામાં આવ્યું હતું. શંઘાઈ ફાઇવ ત્યારે બન્યું હતું જ્યારે ૧૯૯૬મા ચીન, કઝાકિસ્તાન(Kazakhstan), કિર્ગિસ્તાન(Kyrgyzstan), રશિયા અને તાઝિકિસ્તાન(Russia and Tajikistan) વચ્ચે આપસી સુરક્ષા સમજુતી થઈ હતી. પરંતુ ૧૫ જૂન ૨૦૦૧ના, આ રાષ્ટ્રો અને ઉઝબેકિસ્તાનના નેતાઓએ શંઘાઈમાં એક રાજકીય અને આર્થિક સગયોગની સાથે એક નવા સંગઠન પર ભાર આપ્યો.

એસસીઓ ચાર્જર પર ૭ જુલાઈ ૨૦૦૨ના હસ્તાક્ષર થયા અને ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૩ના લાગૂ થયું. તે સંગઠન આઠ દેશોમાં ફેલાયેલું છે, જેમાં ભારત અને પાકિસ્તાન ૯ જૂન ૨૦૧૭ના સામેલ થયા હતા.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version