Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નું મોટું નિવેદન, હવે જો બાજી હાથમાંથી છટકી તો બહુ ભારે પડશે.મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ચેતવ્યા.વધુ શું કહ્યું જાણો અહીં…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

17 માર્ચ 2021

   આજે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ ના વધતા જતા સંક્રમણને રોકવા માટેની બેઠક યોજી હતી. વિડિયો કોન્ફરન્સિંગ થી દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.

       વડાપ્રધાને તેમના ભાષણમાં ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે,દેશમાં વધતા જતા કોરોના કેસ એ ફરીથી ચિંતાનો વિષય છે. પણ સામે રાહતના સમાચાર એ પણ છે કે દેશમાં અત્યાર સુધી ૯૬ ટકા થી વધારે કેસ રિકવર થઈ ગયા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોરોના કેસ માં ઉછાળો આવતાં તેમણે જણાવ્યું કે, બીજી લહેર ને તુરંત રોકવી  પડશે,અને એ માટે બધાએ પ્રોએક્ટીવ રહેવું પડશે. સાથે સાથે તેમણે જનતામાં ભયનું સામ્રાજ્ય ન ફેલાય તે માટે પણ તકેદારી રાખવાનું સૂચન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માસ્ક પહેરવા બાબત બેદરકારી ન રાખવાનું કહ્યું. તેમણે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવાના કાર્યને ઝડપથી આગળ વધારવા પર જોર આપ્યું હતું. તેમના મતે દેશના દરેકે દરેક રાજ્યમાં આરટી પીસીઆર ટેસ્ટ નો વ્યાપ વધારવો જરૂરી છે. નરેન્દ્ર મોદીએ ચિંતિત સ્વરે જણાવ્યું કે, જો ગામડામાં આ રોગ ફેલાયો તો તેને કાબૂમાં રાખવો અઘરો થઈ શકે છે. કારણ વ્યવસ્થા ઓછી પડશે.

      હાલમાં દેશમાં રોજના ૩૦ લાખથી પણ વધુ લોકોને કોરોનાવાયરસ વેક્સિન ના ડોઝ અપાય છે.તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ૧૦ ટકાથી વધારે વેક્સિનનો બગાડ થતા નરેન્દ્ર મોદી ચિંતા વ્યક્ત કરી હતી.અને તે બગાડ રોકવા તેના માટે મોનીટરીંગ કરવાની કડક સૂચના પણ આપી હતી.' દવાઈ ભી કઢાઈ ભી'નો સૂત્ર આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દવા એટલે કે વેક્સિનેશન લઈ લીધા પછી પણ બેધ્યાન કે બેદરકાર રહેવું નહીં તેમણે માસ્ક પહેરવા, social distance અને hygiene રાખવા બાબતે પણ ભાર મૂક્યો હતો.

    છેલ્લે દેશની 130 કરોડ જનતાનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે,લોકોના સહકાર વગર બીજા દેશોની સરખામણીમાં ભારત દેશમાં કોરોના ને હરાવવા નું કાર્ય પાર ન પડયું હોત.

CCEA Approves 3 Railway Projects ભારતીય રેલવેની કાયાપલટ થશે! કેન્દ્ર સરકારે ₹૧૦,૭૮૩ કરોડના મેગા પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી, આ ૫ રાજ્યોમાં કનેક્ટિવિટી ઝડપી બનશે
Supreme Court On Rahul Gandhi Plea સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ VVIP કલ્ચર કોર્ટમાં નહીં ચાલે, રાહુલ ગાંધી સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં આવે
Supreme Court Slams Magistrate સીજેઆઈ સામે અવાજ ઉઠાવતાં જ નોટિસ? સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના જજને લીધા આડેહાથ, કારણદર્શક નોટિસ રદ કરવા તજવીજ
BJP Tridev Strategy હારેલી બાજી જીતવા ભાજપે ઉતારી સ્પેશિયલ ત્રિપુટી તાવડે, સંતોષ અને નવીનના ખભા પર નબળી બેઠકો જીતવાની મોટી જવાબદારી
Exit mobile version