Site icon

G20ના મંચ પર બે ભારતીયો, બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનક પહેલીવાર PM મોદીને મળ્યા.. જાણો બંને દિગ્ગ્જ્જો વચ્ચે શું વાતચીત થઈ?

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જી-20 સમિટમાં (G-20 Summit) ભાગ લેવા ઇન્ડોનેશિયાના (Indonesia) બાલીની (Bali) મુલાકાતે છે. અહીં તેઓ એક પછી એક વિશ્વ નેતાઓને મળી રહ્યા છે. આ જ ક્રમમાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ (President of America) જો બાઈડન (Joe Biden) , ફ્રાન્સના રાષ્ટ્રપતિ (President of France) ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) સહિત અનેક દેશોના વડાઓને મળ્યા હતા. પરંતુ એક બેઠક જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે બ્રિટનના નવા વડાપ્રધાન (Prime Minister of Britain) ઋષિ સુનક (Rishi Sunak) અને પીએમ મોદીની છે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય મૂળના (Indian origin) ઋષિ સુનકે બ્રિટનમાં પીએમ પદની જવાબદારી સંભાળ્યા બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. જોકે પીએમ મોદીએ અત્યાર સુધી કોઈ દેશ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી નથી. આને અનૌપચારિક બેઠક (Informal meeting) તરીકે જોવામાં આવી રહી છે.

વડાપ્રધાન કાર્યાલયના (Prime Minister’s Office) ટ્વિટર હેન્ડલ (Twitter handle) પર બંનેની આ મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી છે. G20 સમિટના પહેલા દિવસે બંને દેશોના PM વચ્ચે મુલાકાત થઈ હતી. તમને જણાવી દઈએ કે, ઋષિ સુનકે હાલમાં જ પીએમ પદની જવાબદારી સંભાળી છે. આ સિવાય તેઓ ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ (Famous industrialist of India) અને ઈન્ફોસિસના (Infosys) સ્થાપક નારાયણ મૂર્તિના (Narayana Murthy) જમાઈ પણ છે.

આ સમાચાર પણ વાંચો :સારા સમાચાર… તો દેશમાં 75 રૂપિયાથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ, આ નિર્ણય મામલે કેન્દ્ર સરકારે કહ્યું અમે તૈયાર, શું કરશે રાજ્યો? 

Vijay Kumar Malhotra: BJP નેતા વિજય કુમાર મલ્હોત્રા નું ૯૪ વર્ષની ઉંમરે નિધન, શિક્ષણ અને ખેલ પ્રશાસનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન.
BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
African Swine Fever: કેરળના ત્રિશૂર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફિવરની પુષ્ટિ; અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ પ્રકોપ, જાણો આ રોગ કેટલો જોખમી છે
Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
Exit mobile version