News Continuous Bureau | Mumbai
Chandrayaan 3: બે દેશોની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે સવારે બેંગ્લોર (Banglore) પહોંચ્યા હતા. એરપોર્ટની બહાર નાગરિકોએ પીએમ મોદીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જનતાને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન પીએમ મોદીએ એક નવું સૂત્ર આપ્યું – ‘જય વિજ્ઞાન-જય અનુસંધાન’. પીએમ મોદીએ બેંગ્લોરમાં રોડ શો પણ કર્યો અને લોકોનું અભિવાદન સ્વીકાર્યું.
આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બેંગ્લોરમાં ચંદ્રયાન-3 (Chandrayaan 3) મિશનમાં સામેલ ઈસરોના ચીફ. સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકોની મુલાકાત લીધી. PM મોદીએ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠક ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે થઈ હતી. આ પછી ઈસરોના વડાએ પીએમ મોદીને મિશન વિશે જાણકારી આપી હતી. તેણે એ પણ જણાવ્યું કે લેન્ડર અને રોવર કેવી રીતે કામ કરી રહ્યા છે અને તેઓ આગળ શું કરશે.
#WATCH | Karnataka | PM Narendra Modi arrives at HAL airport in Bengaluru after concluding his two-nation visit to South Africa and Greece.
PM Modi will meet scientists of the ISRO team involved in Chandrayaan-3 Mission at ISRO Telemetry Tracking & Command Network Mission… pic.twitter.com/1GOeilOgHB
— ANI (@ANI) August 26, 2023
પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને પણ સંબોધિત કર્યા હતા. દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. તેઓ તેમના ખુશીના આંસુ રોકી શક્યા ન હતા. તેમણે કહ્યું કે આ કોઈ નાની સફળતા નથી. અમે ત્યાં પહોંચી ગયા છીએ જ્યાં અન્ય કોઈ દેશ પહોંચી શક્યો નથી. અમે તે કર્યું જે પહેલાં કોઈ કરી શક્યું ન હતું. આ છે આજનો ભારત, નિર્ભય ભારત.
આ સમાચાર પણ વાંચો : Jeevan Jyoti Insurance Policy: માત્ર 436 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ, આવી ગઈ છે કેન્દ્ર સરકારની આ જબરદસ્ત યોજના …જાણો વીમાની સંપુર્ણ પ્રક્રિયા…
પીએમ મોદીએ સંબોધન કર્યું
આ દરમિયાન પીએમ મોદીએ ત્રણ મોટી જાહેરાતો પણ કરી. તેઓએ જણાવ્યું કે જ્યાંથી અમારું લેન્ડર ચંદ્ર પર ઉતર્યું તે બિંદુ હવે ‘શિવ શક્તિ’ (Shiv Shakti) તરીકે ઓળખાશે. માનવતાના કલ્યાણનો સંકલ્પ શિવમાં સમાયેલો છે. શક્તિથી આપણને એ સંકલ્પો પૂરા કરવાની તાકાત મળે છે. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન-2 દ્વારા ચંદ્ર પર જે પગના નિશાન છોડવામાં આવ્યા છે, તે જગ્યાને ‘ત્રિરંગો’ (Tricolor) કહેવામાં આવશે. બીજી મોટી જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે જે દિવસે આપણે ચંદ્ર પર ત્રિરંગો ફરકાવ્યો હતો એટલે કે 23 ઓગસ્ટ, આખો દેશ તેને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવશે.
પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે જ્યારે દેશના વૈજ્ઞાનિકો દેશને આટલી મોટી ભેટ આપે છે, આટલી મોટી ઉપલબ્ધિ હાંસલ કરે છે, તો જે દ્રશ્ય હું બેંગ્લોરમાં જોઈ રહ્યો છું, તે જ દ્રશ્ય મેં ગ્રીસમાં પણ જોયું. જોહાનિસબર્ગમાં પણ દેખાણું. વિશ્વના દરેક ખૂણામાં, માત્ર ભારતીયો જ નહીં, પરંતુ વિજ્ઞાનમાં વિશ્વાસ રાખનારા, ભવિષ્યને જોનારા, માનવતા માટે સમર્પિત એવા લોકો આવા જોશ અને ઉત્સાહથી ભરેલા છે.
નાના બાળકો કે જેઓ ભારતનું ભવિષ્ય છે, તેઓ પણ આટલી વહેલી સવારે અહીં આવી ગયા છે. લેન્ડીંગ વખતે હું વિદેશમાં હતો, પણ મેં વિચાર્યું હતું કે ભારત જતી વખતે સૌથી પહેલું કામ હું બેંગ્લોર કરીશ. ભારત જતાંની સાથે જ સૌથી પહેલા હું વૈજ્ઞાનિકોને નમન કરીશ. આ મારા સંબોધનનો સમય નથી, કારણ કે મારું મન વૈજ્ઞાનિકો સુધી પહોંચવા માટે ખૂબ ઉત્સુક છે.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું
વૈજ્ઞાનિકોને મળતા પહેલા પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ ઈસરોના અસાધારણ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરવા ઉત્સુક છે. ચંદ્રયાન-3ની સફળતાથી વૈજ્ઞાનિકોએ ભારતને ગૌરવ અપાવ્યું છે. PM એ ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે તેમનું સમર્પણ અને જુસ્સો વાસ્તવમાં અંતરિક્ષમાં ભારતની સિદ્ધિ પાછળનું પ્રેરક બળ છે.