Site icon

PM Narendra Modi: PM મોદીએ ભૂતાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી, આ મુદ્દે થઇ ચર્ચા

PM Narendra Modi: પ્રધાનમંત્રીએ ભૂતાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી પ્રધાનમંત્રી મોદીએ, ફેબ્રુઆરી 2024માં પદભાર સંભાળ્યા પછી ભારતની પ્રથમ વિદેશ યાત્રા પર પ્રધાનમંત્રી શેરિંગ તોબગેનું સ્વાગત કર્યું હતું બંને નેતાઓએ વિશેષ અને અનન્ય દ્વિપક્ષીય મિત્રતાને વધારે મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરી હતી પ્રધાનમંત્રી શેરિંગ તોબગેએ ભારતને ભૂતાનનાં લોકોનાં વિકાસમાં વિશ્વસનિય, ભરોસાપાત્ર અને મૂલ્યવાન ભાગીદાર ગણાવ્યું હતું પ્રધાનમંત્રી મોદીએ આવતા અઠવાડિયે ભૂતાનની મુલાકાત લેવાનું આમંત્રણ સ્વીકાર્યું

PM Modi met the Prime Minister of Bhutan, the issue was discussed

PM Modi met the Prime Minister of Bhutan, the issue was discussed

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં ભૂતાનનાં ( Bhutan ) પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગે સાથે મુલાકાત કરી હતી. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી શેરિંગ તોબગે ( Dasho Tshering Tobgay ) સત્તાવાર મુલાકાતે ભારતની ( India ) મુલાકાતે આવ્યા છે, જેઓ ફેબ્રુઆરી 2024માં પદભાર સંભાળ્યા પછીની તેમની આ પ્રથમ વિદેશ યાત્રા છે.    

બંને નેતાઓએ દ્વિપક્ષીય ભાગીદારીનાં ( bilateral partnership ) વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી, જેમાં માળખાગત વિકાસ, જોડાણ, ઊર્જા, હાઇડ્રોપાવર સહકાર, લોકો વચ્ચે આદાનપ્રદાન અને વિકાસલક્ષી સહકાર સામેલ છે. તેમણે વિશેષ અને અનન્ય ભારત-ભૂતાન મૈત્રીને વધારે મજબૂત કરવાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Election Commissioner: લોકસભા ચૂંટણી પહેલા આ બે અધિકારી ચૂંટણી કમિશનર તરીકે નિમાયા, નોટિફિકેશન જાહેર..

ભૂતાનના પ્રધાનમંત્રીએ ભૂતાનની વિકાસલક્ષી પ્રાથમિકતાઓમાં વિશ્વસનીય, વિશ્વાસપાત્ર અને મૂલ્યવાન ભાગીદાર તરીકે ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

મહામહિમ ભૂતાનના રાજા વતી પ્રધાનમંત્રી શેરિંગ તોબગેએ પ્રધાનમંત્રી મોદીને આગામી સપ્તાહે ભૂતાનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Middle East War Tensions: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો ભણકારો ટ્રમ્પની ધમકી બાદ ભારત સહિત અનેક દેશોએ દૂતાવાસ ખાલી કર્યા; દુનિયાભરમાં હાઈ એલર્ટ!.
Trump Ban Anthropic AI 2026: ટ્રમ્પ એક્શન મોડમાં! એન્થ્રોપિક AI પર લગાવ્યો મોટો પ્રતિબંધ; જાણો પેન્ટાગોન સાથેના વિવાદની પાછળનું સાચું કારણ..
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાનને ટેકો! અફઘાન યુદ્ધ વચ્ચે શહબાઝ શરીફની પીઠ થાબડી; જાણો અમેરિકાના વલણથી કેવી રીતે બદલાશે જંગ
Exit mobile version