Site icon

મોદી સાહેબની લાંબી દાઢી જોઈ? શું હજામ નથી મળ્યો કે પછી તેમણે આપ્યો કોઈ સંદેશ.. હવે લાંબી દાઢી પણ ફેશન બનશે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

2 જુલાઈ 2020

મોદી કુર્તા બાદ મોદી દાઢી આજકાલ ચર્ચામાં છે. લોકો પૂછી રહ્યા છે કે મોદીજી ને દાઢી કરવાનો સમય નથી મળતો કે પછી આવી અસ્તવ્યસ્ત દાઢી દ્વારા તેઓ કોઈ સંદેશો આપવા માગે છે. છેલ્લે માર્ચ મહિનામાં તેઓ સુંદર રીતે ટ્રીમ કરેલી દાઢીમાં જોવા મળ્યા હતા.

ત્યાર બાદ લોકડાઉનને લઈ આજ સુધી દાઢી કરી ન હોવાથી, એક અલગ જ શેપમાં દાઢી મુંછ આવી ગઈ છે.  આને જુવાનિયાઓએ ફેશન તરીકે અપનાવી લીધી છે.

આજકાલ લોકો મોદી દાઢી બનાવી ફરી રહ્યા છે. તો બીજી બાજુ રાજકીય ગલીયારા માં અટકળો લાગી રહી છે કે મોદીજી આની પાછળ પણ કોઈ છૂપો સંદેશો આપવા માંગે છે.  વધુ એક ચર્ચા એવી છે કે સલૂનમાંથી જ મોટાભાગના વાયરસ ફેલાતા હોવાથી મોદીજી હજામથી સમાંતર અંતર જાળવી રહ્યા છે. લોકડાઉન નું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હોવાથી મોદીજીએ પોતાના પર્સનલ હજામને પોતાના નિવાસસ્થાનેથી રજા આપી દીધી છે, આથી તેઓ હાલ વધેલી દાઢીમાં જોવા મળી રહ્યા છે..

કેટલાક લોકો એવું પણ માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સમયગાળા દરમિયાન ખૂબ વ્યસ્ત જોવા મળ્યાં છે. તેઓ દિવસ રાત બેઠકોમાં ભાગ લઈ રહ્યા છે. દેશમાં જે રીતે રોગચાળો પ્રસરી  રહ્યો છે તેના પગલે, તેઓ તમામ સમય તેના નિવારણ અને અન્ય પ્રવૃત્તિઓમાં ખર્ચ કરી રહ્યા છે. આ સમય દરમિયાન, વડા પ્રધાન તરીકે, તેમના માટે અવારનવાર વર્ચુઅલ મીટિંગ્સ કરવી અને તેઓ સમયનો  વ્યય કરવા કરતાં અધિકારીઓને મળવાનું વધુ મહત્વનું છે. આથી જ તેઓ હજામતમાં સમય બગાડવા કરતાં આવેલા સમયનો પણ સદ્ઉપયોગ કરી રહ્યા છે….

આમ સારી કે ખરાબ  લાગે પણ દાઢીને લઈને હાલ નરેન્દ્રભાઈ ચર્ચામા છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version