PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નિવાસસ્થાને જ કરે છે ગાયોનું પાલન, મકરસંક્રાંતિ પર પ્રેમથી ખવડાવ્યું ઘાસ, જુઓ તસવીરો..

PM Modi: દક્ષિણ ભારતમાં આજે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પીએમ મોદીનો અલગ અંદાજ પણ જોવા મળ્યો. તેમણે સૌપ્રથમ પોતાના દિલ્હીના ઘરે પોતાના હાથે ગાયોને ઘાસ ખવડાવ્યુ અને થોડો સમય તેમની સાથે રહ્યા. આ પછી તેઓ દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં મંત્રી એલ મુર્ગનના ઘરે પહોંચ્યા. ત્યાં હાજર લોકોને મળ્યા અને બધાને પોંગલની શુભેચ્છા પાઠવી.

News Continuous Bureau | Mumbai

PM Modi: આજે દેશભરમાં મકર સંક્રાંતિ ( Makar sankranti ) ઉજવવામાં આવી રહી છે. આ હિંદુઓનો તહેવાર છે, જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં પણ ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને ખીચડી તહેવાર પણ કહેવામાં આવે છે, આ દિવસે ખીચડી ખાસ તૈયાર કરવામાં આવે છે.

Join Our WhatsApp Community
PM Modi PM Modi feeds Punganur cows on Makar Sankranti

PM Modi PM Modi feeds Punganur cows on Makar Sankranti

 

ધાર્મિક માન્યતાઓ ( Religious Beliefs ) અનુસાર જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે, કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. 15 જાન્યુઆરીએ રાત્રે 2:43 વાગ્યે, સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી બહાર આવશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે.

PM Modi PM Modi feeds Punganur cows on Makar Sankranti

મકરસંક્રાંતિ ના એક દિવસ પહેલા વડાપ્રધાન આવાસ પર પીએમ નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) સાથે ગાયોની ( cows ) તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં પીએમ મોદી ગાયની સેવા કરતા જોવા મળ્યા હતા. તે ગાયોને ચારો ખવડાવતા જોવા મળી રહ્યા છે.

PM Modi PM Modi feeds Punganur cows on Makar Sankranti

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics : ઉદ્ધવ ઠાકરે જૂથે સ્પીકર રાહુલ નાર્વેકરના નિર્ણયને પડકાર્યો, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી..

જોકે આ પહેલીવાર નથી કે જ્યારે પીએમ મોદીનો ગાય પ્રત્યેનો પ્રેમ સામે આવ્યો હોય. ગયા વર્ષની શરૂઆતમાં પીએમ મોદી વારંગલ શહેરના ભદ્રકાલી મંદિરમાં ( Bhadrakali temple ) ગાયની સેવા કરતા જોવા મળ્યા હતા.

PM Modi PM Modi feeds Punganur cows on Makar Sankranti

તસવીરોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી ખૂબ જ પ્રેમથી ગાયને ગોળ અને ઘાસ ખવડાવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીની આસપાસ ગાયોનું ટોળું દેખાય છે.

NIA: દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએની કાર્યવાહી, બિહાર અને હરિયાણામાં આટલા ઠેકાણાં પર છાપામારી
Rapido: ઇ-બાઈક નીતિ પછી પણ નિયમોનું ઉલ્લંઘન; ‘રેપિડો-ઉબર’ પર ગુનો નોંધવાનો પરિવહન મંત્રીનો આદેશ
Akhilesh Yadav: એસઆઈઆર’ કાયદાને લઈને રાજકારણ ગરમાયું, અખિલેશ યાદવે બીજેપી પર બંધારણીય અધિકારો છીનવવાનો આરોપ લગાવ્યો.
Vladimir Putin: પુતિન અને PM મોદી વચ્ચેની મુલાકાતનું શેડ્યૂલ નક્કી, ડિનર દરમિયાન કયા મુદ્દાઓ પર વાત થશે?
Exit mobile version