ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 03 મે 2021
સોમવાર
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની ભયાનકતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે નેશનલ એલિજીબલ કમ એન્ટ્રેસ્ટ ટેસ્ટ (NEET) ઓછામાં ઓછી 4 મહિના માટે મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણયની જાહેરાત રવિવારે પીએમ મોદીની સમીક્ષા બેઠક બાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 મે, 2021 ના રોજ પ્રવર્તિત કોવીડ પરિસ્થિતિને અસરકારક રીતે સંચાલિત કરવા માટે માનવ સંસાધનોમાં વધારો કરવાના વિવિધ પગલાઓની સમીક્ષા કરી હતીતેમણે પ્રવર્તિત કોવિડ પરિસ્થિતિને અસરકારક રીતે સંચાલિત કરવા માટે માનવ સંસાધનોમાં વધારો કરવાના વિવિધ પગલાંની સમીક્ષા કરી હતી.
કોરોનાનું સંક્રમણ વધતા આ રાજ્ય સરકારે 14 દિવસ કડક કર્ફ્યુની જાહેરાત કરી
આ સમીક્ષા બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના રોગચાળાના સંકટ અને તબીબી કર્મચારીઓની સંખ્યા વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જે નીચે મુજબ છે
1 NEET-PG પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવામાં આવશે.
2 મેડિકલ કર્મચારીઓ જેમણે કોવિડ-19 ડ્યુટીના 100 દિવસ પૂર્ણ કર્યો છે. તો તેમને હવે આવનારી સરકારી નોકરીની ભર્તીઓમાં પણ પ્રમુખતા આપવામાં આવશે.
3 મેડિકલ ઈન્ટર્નની ડ્યુટી પણ કોવિડ મેનેજમેન્ટમાં સિનીયર ડોક્ટરોની દેખરેખમાં લાગુ કરવામાં આવશે.
4 એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની સેવા હળવા કોવિડ -19 લક્ષણોવાળા દર્દીઓના મોનિટરિંગ માટે લેવામાં આવશે.
5 બીએસસી (નર્સિંગ) / જીએનએમ પાસ નર્સોની સેવાઓ સિનિયર ડોકટરોની દેખરેખ હેઠળ ફુલ ટાઇમ-નર્સિંગ ડ્યુટી માટે લેવામાં આવશે.
6 મેડિકલ કર્મચારીઓ જેમને કોરોના ડ્યૂટી માટે 100 દિવસ પૂરા કરી લીધા છે, તેમને આવનારી સરકારી નોકરીઓની ભરતીમાં પ્રમુખતા આપવામાં આવશે. તેની સાથે જ મેડિકલ ઇન્ટરન્સની ડ્યૂટી પણ કોવિડ મેનેજમેન્ટમાં સીનિયર ડોક્ટર્સની જેમ લગાવવામાં આવશે.
શું દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગશે, સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારને કરી આ ભલામણ