Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Rozgar Mela: દેશભરમાં 40 સ્થળોએ થશે રોજગાર મેળાનું આયોજન, નવનિયુક્ત યુવાનોને PM મોદી આટલા હજારથી વધુ નિમણૂક પત્રોનું કરશે વિતરણ.

PM Modi Rozgar Mela: રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે

PM Modi to distribute appointment letters to newly appointed youth in government departments in Rozgar Mela

PM Modi to distribute appointment letters to newly appointed youth in government departments in Rozgar Mela

News Continuous Bureau | Mumbai

PM Modi Rozgar Mela: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઑક્ટોબર, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. 

Join Our WhatsApp Channel

રોજગાર મેળો ( Rozgar Mela ) રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની ( Narendra Modi ) પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે.

દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું ( Job fair ) આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો જેમકે રેવન્યુ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિતમાં નવા કર્મચારી કેન્દ્ર સરકારમાં જોડાશે.

આ સમાચાર પણ વાંચો :  Jammu Kashmir : જમ્મુના અખનૂર સેક્ટરમાં સેનાની એમ્બ્યુલન્સ પર આતંકી હુમલો, એન્કાઉન્ટર ચાલુ; આટલા આતંકીઓ માર્યા ઠાર..

નવનિયુક્ત ભરતીઓને iGOT કર્મયોગી પોર્ટલ ( iGOT Karmayogi Portal ) પર ઉપલબ્ધ ઓનલાઈન મોડ્યુલ ‘કર્મયોગી પ્રારંભ’ દ્વારા પાયાની તાલીમ લેવાની તક મળશે. 1400થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે જે ભરતી કરનારાઓને તેમની ભૂમિકા અસરકારક રીતે નિભાવવા અને વિકસિત ભારત બનાવવાની દિશામાં કામ કરવા માટે આવશ્યક કૌશલ્યોથી સજ્જ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Jantar Mantar Protest Site MHA ના નિર્ણય સામે મોટો કાનૂની પડકાર! વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા ૩ નવા સ્થળો સામે પણ નારાજગી આજે સુનાવણી..
Cancer Medicines Trade Margin Capping આ ગંભીર બીમારીની દવાઓ થશે સસ્તી કેન્દ્ર સરકારે ટ્રેડ માર્જિન પર ૩૦ ટકા કેપ લગાવવાનો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પ્રસ્તાવ
Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Supreme Court Hearing On CEC Petitions ચૂંટણી પંચના વડાની મુશ્કેલીઓ વધી! સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ આ તારીખે થશે સુનાવણી
Exit mobile version