Site icon News Continuous Bureau | Mumbai

પીએમ મોદી 6 રાજ્યોના ખેડૂતો સાથે કરશે મનકી બાત, ખેડૂતોના ખાતામાં આટલાં કરોડ રૂપિયા જમા થશે.. જાણો આજે કોનો છે ખાસ દિવસ..

 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
25 ડિસેમ્બર 2020

Join Our WhatsApp Channel

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની યાદમાં ભાજપ દર વર્ષે સુશાસન દિવસની ઉજવણી કરે છે.

25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. છેલ્લાં 27 દિવસથી દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી  કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે. તો દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયા પણ જમા થશે. પીએમ મોદી 6 રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરશે.

ભાજપ પૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવી રહી છે. આ પ્રસંગે ભાજપના નેતાઓ યુપીમાં ઘણા સ્થળોએ ખેડૂતો સાથે વાતચીત કરશે. યુપીના 800 બ્લોકમાં 2500 જેટલા સ્થળોએ ભાજપ કિસાન સંવાદનું આયોજન કરી રહ્યું છે. આ સમય દરમિયાન, પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, ઘણા કેન્દ્રીય પ્રધાનો અને નેતાઓ ખેડૂતો સાથે મુલાકાત કરશે.

આમ આજના દિવાસને ખાસ દિવસ બનાવી આંદોલન કરી રહેલા ખેડૂતોને સમજાવવા ભાજપના ટોચના નેતાઓ વિવિધ સ્થળેથી ખેડૂતોને સંબોધશે.

Indian Navy Launches INS Surya હિંદ મહાસાગરમાં ભારતનો દબદબો! મેડઇનઇન્ડિયા ‘INS સૂર્ય’ સમુદ્રમાં ઉતર્યું જાણો આ મહાકાય જહાજની અકલ્પનીય તાકાત
CEC Gyanesh Kumar Resignation “બસ, ઘણું થયું!” રાહુલ ગાંધીએ સીધા CEC જ્ઞાનેશ કુમાર પર સાધ્યું નિશાન એક જ પોસ્ટે દિલ્હીના રાજકારણમાં મચાવ્યો હડકંપ!
Form 6 Changes Spark Massive Row એક સુધારો અને મોટો ભડકો! ફોર્મ૬ માં એવું શું બદલાયું કે CEC જ્ઞાનેશ કુમાર પર તૂટી પડ્યું વિપક્ષ? જાણો અંદરની વાત
Naveen Patnaik Joins INDIA Bloc March ઈન્ડિયા ગઠબંધનની કૂચમાં નવીન પટનાયકે આપ્યું મોટું સરપ્રાઈઝ બીજેડીનું સમર્થન, તો આ 2 મોટા પક્ષોએ બનાવી દૂરી
Exit mobile version