Site icon

પીએમ મોદી 16-17 જૂનના રોજ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

Join Our WhatsApp Community

13 જુન 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 અને 17 જૂનના રોજ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે છઠ્ઠી વખત વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરશે. બેઠક દરમિયાન પીએમ મોદી દેશમાં વધી રહેલા કોરોના કેસની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રીઓ સાથે અનલોક-1 અંગે પ્રતિભાવ પણ જાણશે. આ સાથે એવી પણ શક્યતા છે કે  આ ચર્ચા બાદ કેન્દ્ર સરકાર કોરોનાને અટકાવવા માટે કેટલાક કડક પગલાં ભરી શકે છે. આ પ્રથમ વખત હશે જ્યારે પ્રધાનમંત્રી રાજ્યો અને કેન્દ્ર શાસિક (UT)ના મુખ્યમંત્રીઓ સાથે સતત બે દિવસ વાતચીત કરશે. મળતી જાણકારી અનુસાર 16-17 જૂનનાં રોજ વડા પ્રધાન કોરોના વિશે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. 16 જૂને પીએમ મોદી 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ અને સંચાલકો સાથે ચર્ચા કરશે. નોંધનીય છે કે આ અગાઉ પ્રધાનમંત્રીએ 11 મેના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ લોકડાઉન 4.0ની જાહેરાત કરવામાં આવી હતી….   

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version