Site icon

PM Modi Top on World Leaders: PM મોદીનો દબદબો યથાવત; બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ટ્રમ્પ અને જિનપિંગ ને છોડ્યા પાછળ..

PM Modi Top on World Leaders: જુલાઈ ૨૦૨૫ ના તાજા સર્વે રિપોર્ટ મુજબ, PM મોદીએ વૈશ્વિક નેતૃત્વમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું, ટ્રમ્પ ૮મા સ્થાને.

PM Modi Top on World Leaders PM Modi tops list of global leaders with 75% approval, Trump ranks 8th Survey

PM Modi Top on World Leaders PM Modi tops list of global leaders with 75% approval, Trump ranks 8th Survey

News Continuous Bureau | Mumbai

PM Modi Top on World Leaders: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દુનિયા સામે પોતાનો લોખંડી પ્રભાવ સાબિત કર્યો છે. તેઓ ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા (Most Popular Leader) બનીને ઉભરી આવ્યા છે. અમેરિકી બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult) દ્વારા જુલાઈ ૨૦૨૫ માં જારી કરાયેલા તાજા સર્વે રિપોર્ટ (Survey Report) મુજબ, PM મોદીને ૭૫ ટકા લોકોનું એપ્રુવલ રેટિંગ (Approval Rating) મળ્યું છે, જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આ સર્વેમાં ૮મા સ્થાને આવ્યા છે. આ સર્વે ૪ થી ૧૦ જુલાઈ દરમિયાન કરવામાં આવ્યો હતો, જેમાં ૨૦ દેશોના નેતાઓની રેટિંગ સામેલ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ યાદીમાં PM મોદી પછી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ (Lee Jae-myung) ૫૯ ટકા એપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને રહ્યા, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૪૫ ટકાથી પણ ઓછા રેટિંગ સાથે ૮મા સ્થાને છે.

 PM Modi Top on World Leaders:  PM નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા: મોર્નિંગ કન્સલ્ટ સર્વે.

મોર્નિંગ કન્સલ્ટ સર્વે અનુસાર, PM મોદીનું કદ (Stature) દેશની અંદર હોય કે બહાર, તે વધુ વધ્યું છે. સર્વેમાં સામેલ ૭૫ ટકા લોકોએ વડાપ્રધાન મોદીને એક લોકતાંત્રિક વૈશ્વિક નેતા (Democratic Global Leader) તરીકે સ્વીકાર્યા છે. ૭ ટકા લોકો આ અંગે કોઈ નિર્ણય લઈ શક્યા નથી, જ્યારે ૧૮ ટકા લોકોનો અભિપ્રાય આનાથી અલગ હતો. આ યાદીમાં બીજું સ્થાન પ્રાપ્ત કરવું દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ માટે એક મોટી સિદ્ધિ છે, કારણ કે તેમને દક્ષિણ કોરિયામાં સર્વોચ્ચ પદ પર આસીન થયાને હજુ એક જ મહિનો થયો છે.

આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi Record : વડા પ્રધાન મોદીએ બનાવ્યો રેકોર્ડ. ઇન્દીરા ગાંધીને પાછળ છોડ્યા. હવે માત્ર નહેરુ જ આગળ…

ત્રીજા નંબરે રહ્યા આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ:

જમણેરી માનવામાં આવતા આર્જેન્ટિનાના (Argentina) રાષ્ટ્રપતિ જેવિયર માઈલી (Javier Milei) આ યાદીમાં ત્રીજા સ્થાને રહ્યા, તેમના પક્ષમાં ૫૭ ટકા મત પડ્યા, જ્યારે ૬ ટકા લોકોએ કોઈ અભિપ્રાય આપ્યો નહીં અને ૩૭ ટકા સહભાગીઓએ તેમને અસ્વીકાર કર્યા.

PM Modi Top on World Leaders: સૌથી ઓછા લોકપ્રિય નેતાઓમાં મેક્રોનનું નામ:

સૌથી ઓછા લોકપ્રિય નેતાઓમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) અને ચેક રિપબ્લિકના (Czech Republic) વડાપ્રધાન પેટ્ર ફિઆલા (Petr Fiala) નો સમાવેશ થાય છે, જેમને ફક્ત ૧૮ ટકા લોકોનું સમર્થન મળ્યું છે જ્યારે ૭૪ ટકા લોકો તેમનાથી અસંતુષ્ટ છે. જ્યારે ઇટાલીના (Italy) વડાપ્રધાન જિયોર્જિયા મેલોની (Giorgia Meloni) ૧૦મા સ્થાને છે.

 

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version