Site icon

 PM Modi Turban: ગણતંત્ર દિવસે PMની પાઘડીએ ફરી જમાવ્યું આકર્ષણ, વસંત પંચમીથી પ્રેરિત આવી પાઘડીમાં જોવા મળ્યા મોદી. જુઓ ફોટોસ 

PM Modi wears multi-coloured Rajasthani turban, see Photos 

PM Modi Turban: ગણતંત્ર દિવસે PMની પાઘડીએ ફરી જમાવ્યું આકર્ષણ, વસંત પંચમીથી પ્રેરિત આવી પાઘડીમાં જોવા મળ્યા મોદી. જુઓ ફોટોસ

News Continuous Bureau | Mumbai

PM Modi Turban: ભારત આજે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે તે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની વચ્ચે ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. કર્તવ્ય પથ પર પહોંચતા પહેલા પીએમ મોદી નેશનલ વોર મેમોરિયલ ગયા હતા જ્યાં તેમણે દેશના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Join Our WhatsApp Community

પીએમ મોદી બસંતી પાઘડીમાં જોવા મળ્યા

પ્રજાસત્તાક દિન નિમિત્તે પીએમ મોદીની પાઘડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે પીએમ મોદીએ ભારતની વિવિધતાનું પ્રતીક કરતી બહુરંગી રાજસ્થાની પાઘડી પહેરી છે. તેમાં લીલા રંગની પ્રિન્ટ પણ છે, તેને બસંતી પાઘડી કહેવામાં આવે છે. આ સાથે તેમણે ક્રીમ કલરનો કુર્તો, કાળો કોટ, પેન્ટ અને સફેદ સ્ટોલ પહેર્યો છે. કાળા અને સફેદ પોષાકમાં એક લાંબા છેડાવાળી બહુરંગી પાઘડીએ તેમની શાનમાં ચાર ચાંદ લગાવી દીધા છે. 

મહત્વનું છે કે ગણતંત્ર દિવસ ઉપરાંત આજે બસંત પંચમી હોવાથી એવું માનવામાં આવે છે કે આને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ આ પાઘડી પસંદ કરી હશે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે સ્વતંત્રતા દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી પાઘડીમાં તિરંગાની ઝલક જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો: મુંબઈગરાઓ પર પાણી કાપનું સંકટ, આગામી સપ્તાહની આ તારીખે અડધા મુંબઈમાં પાણી પુરવઠો બંધ રહેશે.. જાણો શું છે કારણ

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version