ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
09 ડિસેમ્બર 2020
આજે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીનો જન્મદિવસ છે. આ પ્રસંગે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોનિયા ગાંધીના સારા સ્વાસ્થ્યની અને લાંબી ઉંમરની શુભેચ્છા પાઠવી છે. ખાસ વાત છે કે સોનિયાએ ખેડૂત આંદોલન અને કોરોનાના કારણે આ વખતે જન્મદિવસ નહીં મનાવવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસે પણ દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શનમાં સમર્થન વ્યક્ત કર્યું છે.
નોંધનીય છે કે સોનિયા ગાંધી હાલ ગોવામાં પોતાના દિવસો વિતાવી રહયાં છે. કારણકે દિલ્હીનું પ્રદૂષણ તેમને માફક નથી આવી રહ્યું. તેમની સાથે તેમના પુત્ર રાહુલ ગાંધી પણ ગોવામાં હાજર છે.
આ અગાઉ સોનિયા ગાંધી 19 નવેમ્બરના રોજ સ્વર્ગસ્થ ઈંદિરા ગાંધીના સ્મારક પર જોવા મળ્યાં હતાં. તેઓ તેમના 103 માં જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
