Site icon

PM Modi USA Visit : જાણો શા માટે પીએમ મોદીએ યુએસ પ્રવાસ પર જતા પહેલા કોંગ્રેસનો આભાર માન્યો

PM Modi USA Visit : પીએમ મોદી કુલ ચાર દિવસની મુલાકાતે અમેરિકા જઈ રહ્યા છે જ્યાં તેઓ 21 જૂનથી 24 જૂન સુધી રોકાશે અને આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

PM Modi Interview: India will be a developed nation by 2047, there will be no place for corruption, casteism, communalism - PM Modi

PM Modi Interview: PM મોદીએ ભ્રષ્ટાચાર અને જાતિવાદ પર સાધ્યું નિશાન! જાણો PM મોદીએ શું કહ્યું ઈન્ટરવ્યુમાં…

News Continuous Bureau | Mumbai

PM Modi USA Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની(USA) ચાર દિવસીય સરકારી મુલાકાતે રવાના થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન(Joe Biden) અને તેમની પત્ની જીલ બિડેનના (Jill Biden) આમંત્રણ પર તેઓ અમેરિકા જવા રવાના થઈ રહ્યા છે. તેમની યુએસ ટ્રીપ શરૂ કરતા પહેલા તેમણે ટ્વીટ કરીને યુએસ કોંગ્રેસના સભ્યોનું સ્વાગત કરવા બદલ આભાર માન્યો છે.

Join Our WhatsApp Community

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “મારી આગામી યુએસ મુલાકાત વિશે તેમનો ઉત્સાહ શેર કરવા બદલ હું કોંગ્રેસના(Congress) સભ્યો, વિચારકો અને અન્યન લોકો જે મારી આગામી યુએસ પ્રવાસ માટે ઉત્સાહ રાખી રહ્યા છે તમનો આભાર માનું છું, અને ઉમેર્યું કે આવો ઉત્સાહ ભારત-યુએસ સંબંધોની ઊંડાઈ દર્શાવે છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (20 જૂન) કહ્યું હતું કે યુએસ કોંગ્રેસના સભ્યો સહિત વિવિધ ક્ષેત્રના લોકો મારી આગામી યુએસ મુલાકાત માટે ઉત્સાહ બતાવી રહ્યા છે અને આ પ્રકારનું સમર્થન ભારત-યુએસ સંબંધોની ઊંડાઈ દર્શાવે છે. મોદીએ યુ.એસ.માં ભારતીય દૂતાવાસના ટ્વિટર(Twitter) એકાઉન્ટને ટેગ કર્યું, જેમાં યુએસ કોંગ્રેસના સભ્યો, બિઝનેસ લીડર્સ, ભારતીય-અમેરિકનો અને અન્ય ઘણા લોકો દર્શાવતા વીડિયો છે. આ વિડીયોમાં આ લોકો વડાપ્રધાનના તેમના પ્રવાસ પર વડાપ્રધાનના સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છે.
વડા પ્રધાન મોદી 21 જૂનથી શરૂ થતી તેમની યુએસની રાજ્ય મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે અનેક મુદ્દાઓ પર વાતચીત કરશે અને ન્યૂયોર્કમાં યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાને અગાઉ 2016માં યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો: BMC scam : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાનગરપાલિકાના ગોટાળા ની તપાસ માટે એસઆઇટીની રચના કરી.

 

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version