Site icon

PM Modi UAE Foreign Minister: PM મોદીએ UAEના અને વિદેશ મંત્રીનું કર્યું સ્વાગત, આ કોરિડોર સહિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર મૂક્યો ભાર

PM Modi UAE Foreign Minister: પીએમ મોદીએ યુએઈના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું. તેઓએ IMEEC કોરિડોર સહિત ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા વિવિધ પહેલોની ચર્ચા કરી. પીએમએ પશ્ચિમ એશિયા અને વિશાળ ક્ષેત્રની લાંબા ગાળાની શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને સમર્થન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પીએમએ ભારતીય સમુદાયના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે UAEના નેતૃત્વનો આભાર માન્યો

PM Modi welcomed Deputy PM and Foreign Minister of UAE Abdullah bin Zayed Al Nahyan

PM Modi welcomed Deputy PM and Foreign Minister of UAE Abdullah bin Zayed Al Nahyan

News Continuous Bureau | Mumbai 

PM Modi UAE Foreign Minister: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું.  

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ UAEના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને ( Abdullah bin Zayed Al Nahyan ) તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સપ્ટેમ્બર 2024માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની ભારતની મુલાકાત સહિતની વારંવારની ઉચ્ચ સ્તરીય મુલાકાતો અને આદાનપ્રદાન પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જે દ્વિપક્ષીય સંબંધોમાં પેઢીઓનું સાતત્ય દર્શાવે છે.

બંને નેતાઓએ ( PM Modi UAE Foreign Minister )  ટેકનોલોજી, ઊર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) પ્રાદેશિક જોડાણ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ઐતિહાસિક પહેલ તરીકે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર (IMEEC) ના અમલીકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  India Maritime Heritage Conclave 2024: ‘ઇન્ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્ક્લેવ 2024‘નુ આયોજન, આ કેન્દ્રશાસિત પ્રદેશએ તેના દરિયાઇ વારસાને ઉજાગર કરવા કર્યું પેવેલિયનનું પ્રદર્શન..

મહામહિમ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાને પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન પરિસ્થિતિ પર પરિપ્રેક્ષ્ય શેર કર્યું. પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રની લાંબા ગાળાની શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ UAEમાં ( India UAE ) વિશાળ અને ગતિશીલ ભારતીય સમુદાયનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે UAEના નેતૃત્વનો આભાર માન્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

PM Modi Malaysia Visit 2026: વર્ષો બાદ PM મોદી મલેશિયાની ધરતી પર! જાણો કેમ આ પ્રવાસ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે અને શું છે એજન્ડા?
Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Exit mobile version