Site icon

 ભાજપના સાંસદો સામે જ કડક થયા PM મોદી, સત્ર દરમિયાન સંસદમાં ન હાજર રહેનાર સાંસદોને આપ્યો ઠપકો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

વડાપ્રધાન મોદીએ સાંસદોને સૂર્ય નમસ્કાર કરવાની સલાહ પણ આપી હતી. PMએ દરેકને કહ્યું તમે સૂર્ય નમસ્કાર કરો અને તેની સ્પર્ધા કરો, તે દરેકને સ્વસ્થ રાખશે.તમારે સંસદમાં હાજર રહેવું પડશે.  મોદીએ કહ્યું, ‘હું ૧૩ તારીખે કાશી આવી રહ્યો છું. પહેલી વખત હું તમને ત્યાં આવવા નહી કહુ, સંસદ ચાલે છે તો તમારે ત્યાં હાજર રહેવું જાેઈએ. ૧૪ ડિસેમ્બરે ચાય પે ચર્ચા કરીશુ. હું ચાય પે ચર્ચા પર બનારસના તમામ જિલ્લાના પદાધિકારીઓને મળીશ. આ બેઠક પૂરી થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સાંસદોને સૂચના આપી હતી કે સત્રની સમાપ્તિ પછી તમે બધા તમારી પાસે સંસદીય ક્ષેત્રના તમામ જિલ્લા પ્રમુખો, વિભાગીય પ્રમુખો અને અન્ય પદાધિકારીઓ સાથે ચર્ચા કરો. બેઠકની શરૂઆતમાં ઁસ્ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૫ નવેમ્બર (બિરસા મુંડાનો જન્મદિવસ) જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરીને તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટી (BJP) સંસદીય દળની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં PM મોદી પાર્ટીના સાંસદોને કડક સ્વરમાં કહ્યું કે વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન તેઓ ગૃહમાં હાજર રહે. PM મોદીએ ગૃહમાં હાજર રહેવાની કડક સૂચના ઉપરાંત સાંસદોને પણ કહ્યું છે તેમજ લોકોના હિતમાં કામ કરવા જણાવ્યું હતું. PM મોદીએ સત્ર દરમિયાન સંસદમાં ન આવતા સાંસદોને ઠપકો આપ્યો હતો. બીજેપી સંસદીય દળની બેઠકમાં PM મોદીએ ગૃહમાં પાર્ટીના સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. ઁસ્ મોદીએ બેઠક દરમિયાન કહ્યું, ‘બાળકોને વારંવાર એક જ વસ્તુ વિશે કહેવામાં આવે તો તેઓ પણ નવુ શીખે છે. પરિવર્તન લાવો, નહીં તો ફેરફાર જાતે જ થશે.’

રાહતના સમાચાર:  ઓમિક્રોનના દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાયા નથી

 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version