Site icon

PM Narendra Modi: 100 વર્ષની વૃદ્ધ મહિલાએ કહ્યું- પીએમ મોદી મારો પુત્ર છે, 25 વીઘા જમીન પણ આપવા માંગે છે.

PM Narendra Modi: મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં મંગુબાઈ નામની એક મહિલા રહે છે. જે પોતાની 25 વીઘા જમીન પીએમ મોદીને ટ્રાન્સફર કરવા માંગે છે. ચાલો જાણીએ આનું કારણ શું છે.

PM Modi will reach Bangalore directly from Greece, will meet ISRO scientists involved in Chandrayaan-3 mission

PM Modi will reach Bangalore directly from Greece, will meet ISRO scientists involved in Chandrayaan-3 mission

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના રાજગઢ (Rajgadh) જિલ્લામાં રહેતી એક મહિલા પીએમ મોદી (PM Modi) થી ઘણી ખુશ છે.મંગુબાઈ (Mangubai) મોદીની પ્રશંસા કરી રહી છે. મંગુબાઈ પોતાની 25 વીઘા જમીન (25 Bigha Land) પીએમ મોદીને આપવા તૈયાર છે.

Join Our WhatsApp Community

મહિલાનું નામ મંગુબાઈ છે. મંગુબાઈ એ મીડિયાને કહ્યું કે “મોદી મારો લાલ, મારો પુત્ર છે. મોદીએ અમને ઘઉં-ચોખા, ખાતર અને બિયારણ આપ્યા છે. મને ઘર આપ્યું છે. મોદી મને વિધવા પેન્શન આપે છે.”
મંગુબાઈ કહે છે કે તે પીએમ મોદીને મળવા માંગે છે. તેમણે કહ્યું કે “મેં મોદીને ક્યારેય રૂબરૂ જોયા નથી, પરંતુ ટીવી પર ચોક્કસ જોયા છે. હું મારા પુત્ર (PM મોદી)ને મળવા માંગુ છું. હું તેમના માથા પર હાથ રાખીને તેમને આશીર્વાદ આપવા માંગુ છું. PM મોદીનું કહેવું છે. આ મારુ પેન્શન થોડું વધારે વધારવું દે.”

 મંગીબાઈને 14 બાળકો છે. 12 દીકરીઓ અને બે દીકરા છે..

મંગુબાઈ ને 14 બાળકો છે. 12 દીકરીઓ અને બે દીકરા છે, પણ સૌથી લાડકો દીકરો પીએમ મોદી છે. મારા 14 બાળકો પીએમ મોદી જેટલો કામનો નથી. મેં ઘરના દીવાલ પર પીએમ મોદીનો ફોટો લગાવ્યો છે. દરરોજ સવારે ઉઠીને હું મોદીની તસ્વીર જોઉં છું. વૃદ્ધ મહિલાનું કહેવું છે કે, “હું મારી 25 વીઘા જમીન માત્ર પીએમ મોદીને જ આપીશ, કારણ કે પીએમ મોદી દ્વારા અમારી તમામ દેખરેખ કરવામાં આવે છે.”

નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ (BJP) ના કાર્યકરો વિકાસ યોજનાનો પ્રચાર કરવા ગામ હરીપુરા જાગીર (Haripura Jahangir) પહોંચ્યા હતા. અહીં મંગુબાઈએ કાર્યકરોને કહ્યું હતું કે પીએમ મોદીની પત્રિકા હોય તો જ આપો, બીજાની હોય તો ના આપો. હાલ મંગુબાઈનો વીડિયો ઘણો વાયરલ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Youngest Pilot : હિમાચલ પ્રદેશના પરવાનુ શહેરની માત્ર ૧૮ વર્ષની સાક્ષી કોચરે સૌથી યુવા ભારતીય પાયલોટ બનીને રેકોર્ડ બનાવ્યો છે. સાક્ષીને તેમના ૧૮ માં જન્મદિવસે કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ એનાયત કરવામાં આવ્યું હતું.

 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version