Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંકટ વચ્ચે PM મોદી અને અમિત શાહે અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

Join Our WhatsApp Channel

23 જુન 2020 

કોરોના સંકટ વચ્ચે મોટા કાર્યક્રમો પર રોક લગાવામાં આવી રહી છે. પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ આજે ઐતિહાસિક જગન્નાથ યાત્રા નિકાળવામાં આવી રહી છે. ઓડિશાની પુરી અને ગુજરાતના અમદાવાદમાં નિકાળવામાં આવી રહેલી યાત્રાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી છે. આજે જ કચ્છી નવું વર્ષ ઉજવાતું હોવાથી પીએમ મોદીએ કચ્છી ભાષામાં ટ્વિટ કરીને કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું છે કે, અષાઢી બીજના પાવન પ્રસંગે કચ્છી સમુદાયને શુભેચ્છા પાઠવું છું. કચ્છી સમુદાય મહાન સંસ્કૃતિ અને વીરતા માટે જાણીતી છે. આગામી વર્ષ આનંદ અને સારું આરોગ્ય લઈને આવે તેવી હું કામના કરું છું. આ ઉપરાંત, ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદની 143મી રથયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી છે.

નોંધનીય છે કે ગૃહ મંત્રી અમિત શાહને અમદાવાદની રથયાત્રામાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કારણવશ તેઓ સામેલ ન થઈ શક્યા. પરંતુ તેમણે પણ ટ્વિટ કરીને શુભેચ્છા આપવા ઉપરાંત ભગવાન જગન્નાથ કોરોનાની મહામારીથી મુક્ત કરે તેવી કામના કરી હતી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fPFjlA

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version