Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રીએ દેશમાં ચાલી રહેલી ગરમીના મોજાની સ્થિતિ અને ચોમાસાની શરૂઆત માટેની તૈયારીઓની સમીક્ષા કરી

PM Narendra Modi: પીએમએ આગની ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે નિયમિતપણે યોગ્ય કવાયત ચાલુ રાખવા સૂચના આપી. પીએમએ હોસ્પિટલો અને અન્ય જાહેર સ્થળોનું ફાયર ઓડિટ અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ નિયમિતપણે કરવા સૂચના આપી. PMને માહિતી આપવામાં આવી કે દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસું સામાન્ય અને સામાન્ય કરતાં વધુ અને દ્વીપકલ્પના ભારતના ભાગોમાં સામાન્યથી ઓછું રહેવાની સંભાવના

PM Narendra Modi reviewed the ongoing heat wave situation in the country and preparations for the onset of monsoon

PM Narendra Modi reviewed the ongoing heat wave situation in the country and preparations for the onset of monsoon

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસ સ્થાને દેશમાં ચાલી રહેલી ગરમીના મોજા ( Heatwave ) ની સ્થિતિ અને ચોમાસાની શરૂઆત માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે IMDની આગાહી મુજબ, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગોમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે. આ વર્ષે, ચોમાસું ( Monsoon ) દેશના મોટા ભાગના ભાગોમાં સામાન્ય અને સામાન્ય કરતાં વધુ અને દ્વીપકલ્પના ભારતના ભાગોમાં સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે.

પ્રધાનમંત્રીએ સૂચના આપી છે કે આગની ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે યોગ્ય કવાયત નિયમિત ધોરણે થવી જોઈએ. હોસ્પિટલો અને અન્ય જાહેર સ્થળોનું ફાયર ઓડિટ અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ નિયમિતપણે હાથ ધરવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જંગલોમાં ફાયર-લાઇનની જાળવણી અને બાયોમાસના ઉત્પાદક ઉપયોગ માટે નિયમિત કવાયતનું આયોજન કરવું આવશ્યક છે.

આ સમાચાર પણ વાંચો:  IRCTC : IRCTC દ્વારા ઉનાળાની રજાઓમાં કન્ફર્મ ટ્રેન ટિકિટ સાથે પ્રવાસો ની લહેર આવી છે.

પ્રધાનમંત્રીને વન અગ્નિની ( Forest fire ) સમયસર ઓળખ અને તેના વ્યવસ્થાપનમાં “વન અગ્નિ” પોર્ટલની ઉપયોગીતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

પીએમના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, સચિવ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, ડીજી એનડીઆરએફ અને સભ્ય સચિવ, એનડીએમએ તેમજ પીએમઓ અને સંબંધિત મંત્રાલયોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
Exit mobile version