ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
દેશમાં ભલે હાલ કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોય, પરંતુ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો યથાવત છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની બેઠક બોલાવી છે.
આ બેઠક મંગળવાર 24 ઓગસ્ટના બપોરે 3.30 કલાકે મળવાની છે. જેમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
સાથે સાથે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ખાળવા માટે કેવા પગલાં લેવામાં આવ્યા છે, તેમજ કેવું આયોજન કરાયુ છે તેની પણ ચર્ચા કરવામાં આવશે.
આરોગ્ય મંત્રાલય ઉપરાંત કેબિનેટ સચિવ અને નીતિ આયોગ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી બેઠકમાં ભાગ લેશે.
મુંબઈ સહિત દેશભરમાં ઝવેરીઓની હડતાળને મિશ્ર પ્રતિસાદ; જાણો વિગત