ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ડિજિટલ દુનિયામાં ઘણી આગળ છે.
યુટ્યુબ પર પીએમ મોદીના સબસ્ક્રાઇબર્સની સંખ્યા દેશના અન્ય અગ્રણી નેતા કરતા વધુ છે.
યુટ્યુબ પર નરેન્દ્ર મોદી ચેનલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 10 મિલિયન એટલે કે એક કરોડથી વધુને પાર કરી ગઈ છે.
નરેન્દ્ર મોદી ચેનલ પર અત્યાર સુધીમાં 15,477 વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે.
ટ્વિટરથી લઈને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકથી લઈને લિંક્ડઈન સુધી પીએમ મોદીના એકાઉન્ટ છે.