Site icon

પોલીસ નકસલીઓ વચ્ચે ઘર્ષણ 4 ઢેર, એક જવાન શહીદ 10 પોલીસનો કોઈ સંપર્ક નથી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

09 મે 2020 

શુક્રવાર ની મોડી રાત્રે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ એન્કાઉન્ટરમાં મદનવારાના પોલીસ સ્ટેશનના પ્રભારી શહીદ થયા છે. આ સાથે જ જવાનોએ 4 નક્સલવાદીઓને પણ ઢેર છે. નકસલીનીઓ પાસેથી એકે -47, એક SLR અને બે 12 બોર રાઇફલ્સ મળી આવી છે. ગઈ કાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ રાજનાંદગાંવના પરધૌની વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું હતું. અહેવાલ મુજબ મદનવારાના પોલીસ સ્ટેશનના પ્રભારીને આ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. જેના આધારે સ્ટેશન ઈન્ચાર્જ તેના જવાનો સાથે નકસલીઓની શોધમાં નીકળી પડયા હતાં.  દરમિયાન પોલીસે મોડી રાત્રે ફાયરિંગ કરવું પડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાર્ટીમાં સામેલ દસ સૈનિકો પાછા ફર્યા નથી. મોડી રાત સુધી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ  હતો, પરંતુ હવામાનને કારણે તેમનો સંપર્ક થઈ શક્યો નહીં..

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version