Site icon

MNS: MNSના બેનર પર ફરી બાળાસાહેબ ઠાકરેનો ફોટો, ઉદ્ધવ સેનાને મરચા લાગ્યાં

MNS: બાળાસાહેબ ઠાકરેના ફોટાને કારણે MNS અને શિવસેનામાં વિવાદ

MNS Political Controversy Over Balasaheb Thackeray's Photo on MNS Banner

MNS Political Controversy Over Balasaheb Thackeray's Photo on MNS Banner

News Continuous Bureau | Mumbai

MNS: MNSના બેનર પર શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેના ફોટાને કારણે રાજકીય વિવાદ સર્જાયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નો ગુડીપાડવાનો કાર્યક્રમ રવિવારે (30 માર્ચ) છત્રપતિ શિવાજી મહારાજ મેદાનમાં યોજાવાનો છે, અને આ કાર્યક્રમની જાહેરાત માટે લગાવવામાં આવેલા બેનર પરથી આ વિવાદ શરૂ થયો છે. MNSના એક કાર્યકરએ દાદર ખાતે લગાવેલા બેનર પર બાલાસાહેબ ઠાકરેનો ફોટો લગાવ્યા બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો.

Join Our WhatsApp Community

 

બાલાસાહેબના ફોટાને કારણે વિવાદ

આ પૃષ્ઠભૂમિમાં શિવસેના (ઉબાઠા) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “હવે બધાને બાલાસાહેબનો ફોટો લગાવ્યા સિવાય વિકલ્પ નથી.” દાદર ખાતે લગાવવામાં આવેલા બેનર પર પ્રબોધનકાર ઠાકરે, બાલાસાહેબ ઠાકરે, રાજ ઠાકરે અને અમિત ઠાકરેના ફોટા દેખાતા હતા. આ ચાર પેઢીઓનું પ્રતિનિધિત્વ કરતા ફોટા બેનર પર દેખાતા હોવાથી ચર્ચા શરૂ થઈ.

 

MNSના બેનર પર બાલાસાહેબના ફોટા

MNSની સ્થાપના પછી બાલાસાહેબ ઠાકરેનો ફોટો શરૂઆતમાં બેનર પર દેખાતો હતો. પરંતુ, બાલાસાહેબે આ પર આક્ષેપ કર્યા બાદ MNSએ ત્યારબાદ ક્યારેય તેમના ફોટાનો ઉપયોગ કર્યો નહોતો. તેથી હવે અચાનક એક કાર્યકરે બાલાસાહેબનો ફોટો લગાવ્યા બાદ આ મુદ્દો રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : 2014 માં શિવસેના સાથેનું ગઠબંધન કેમ તૂટી ગયું? આખરે, 10 વર્ષ પછી, ફડણવીસે ખુલાસો કર્યો… જાણો કારણ…

સંદીપ દેશપાંડેનો ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર

આ વિવાદ પર MNSના નેતા સંદીપ દેશપાંડેએ ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતા કહ્યું કે, “બાલાસાહેબનો ફોટો બેનર પર લગાવવું એ પક્ષની સત્તાવાર નીતિ નથી. આ કોઈ ઉત્સાહી કાર્યકરની ભાવના હોઈ શકે છે. પરંતુ, મેયર બંગલો કબજે કરતી વખતે બાલાસાહેબ દેશના હતા અને હવે તેઓ ફક્ત તમારા પિતા કેવી રીતે?” એમ તેમણે ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું છે.

BMC Election Results 2026: આજથી મતગણતરી શરૂ, મુંબઈના ‘કિંગ’ કોણ? મતગણતરીની પ્રક્રિયામાં ફેરફારને કારણે પરિણામો આવવામાં થઈ શકે છે વિલંબ
BMC Election: મહારાષ્ટ્રમાં મતદાન કરવા જઈ રહ્યા છો? એક ક્લિક પર જાણો તમારું મતદાન મથક અને મતદાર યાદીમાં તમારું નામ
BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version