Site icon

Yusuf Pathan : યૂસુફ પઠાણ (Yusuf Pathan) વિદેશ જતી સંસદીય ટીમમાં નહીં જોડાય, કહ્યું ‘હું ઉપલબ્ધ નથી’

Yusuf Pathan : પાકિસ્તાનની પોલ ખોલવા માટે વિદેશ જતી સંસદીય ટીમમાંથી યૂસુફ પઠાણએ પોતાનું નામ પાછું ખેંચ્યું

Yusuf Pathan Declines to Join Delegation Exposing Pakistan Abroad

Yusuf Pathan Declines to Join Delegation Exposing Pakistan Abroad

News Continuous Bureau | Mumbai

 Yusuf Pathan :ભારત સરકારે આતંકવાદી દેશ પાકિસ્તાન (Pakistan) સામે રાજકીય અને કૂટનૈતિક સ્તરે કાર્યવાહી શરૂ કરી છે. આ માટે વિદેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી થયું છે. આ પ્રતિનિધિમંડળમાં TMCના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણ (Yusuf Pathan)નું નામ પણ સામેલ હતું. જોકે હવે યૂસુફ પઠાણએ સરકારને જાણ કરી છે કે તેઓ આ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી.

Join Our WhatsApp Community

Yusuf Pathan : યૂસુફ પઠાણએ વિદેશ પ્રવાસ માટે અસ્વીકાર કર્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે યૂસુફ પઠાણ (Yusuf Pathan) સાથે સીધો સંપર્ક કર્યો હતો અને તેમને વિદેશ જતી ટીમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. જોકે પઠાણએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઉપલબ્ધ નથી. TMC તરફથી પણ જણાવાયું છે કે આ નિર્ણયમાં પાર્ટી સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી.

  Yusuf Pathan :  વિદેશ નીતિ પર કેન્દ્ર સરકાર પર TMCનો હુમલો

TMCએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ (Foreign Policy) પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે વિદેશ નીતિ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારનો વિષય છે અને તેની જવાબદારી પણ કેન્દ્રે લેવી જોઈએ. યૂસુફ પઠાણના નામ પાછા ખેંચ્યા બાદ TMCએ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Operation Sindoor : આતંકવાદ સામે ભારતનું વૈશ્વિક અભિયાન… સાંસદોનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાનને ખુલ્લું પાડશે;ગ્રુપ લીડર્સમાં થરૂર- સુપ્રિયા સુલેના નામ..

Yusuf Pathan :  ઓપરેશન સિંદૂર પછી રાજકીય સ્ટ્રાઈક

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના એ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર અને પંજાબમાં આવેલા 9 આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા. હવે સરકાર રાજકીય સ્તરે પણ પાકિસ્તાનની પોલ ખોલવા માટે તૈયાર છે.

 

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
Exit mobile version