Site icon News Continuous Bureau | Mumbai

Petrol Diesel Price Hike। શું ચૂંટણી પૂર્ણ થતા જ વધશે ઈંધણના ભાવ? જાણો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના ચોંકાવનારા રિપોર્ટ વિશે

Petrol Diesel Price Hike। ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાને કારણે રિફાઇનરીઓ પર આર્થિક બોજ; ભાવમાં પ્રતિ લિટર ૨૫૨૮ સુધીનો વધારો જરૂરી હોવાનું અનુમાન.

Petrol Diesel Price Hike। શું ચૂંટણી પૂર્ણ થતા જ વધશે ઈંધણના ભાવ? જાણો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના ચોંકાવનારા રિપોર્ટ વિશે

Petrol Diesel Price Hike। શું ચૂંટણી પૂર્ણ થતા જ વધશે ઈંધણના ભાવ? જાણો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના ચોંકાવનારા રિપોર્ટ વિશે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Petrol Diesel Price Hike । દેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના એક રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ભારતીય રિફાઇનરીઓ પર આર્થિક દબાણ વધ્યું છે. સ્થિતિ એવી છે કે ઓઈલ કંપનીઓને પ્રતિ લિટર ૨૫ થી ૨૮ સુધીનો ભાવ વધારો કરવાની જરૂર પડી શકે છે, જેથી તેમના વધતા નુકસાનને અંકુશમાં લાવી શકાય.

રિફાઇનરીઓ પર આર્થિક બોજ

કૂડ ઓઈલના વધતા ભાવને કારણે ભારતનું આયાત બિલ દૈનિક ધોરણે ૧૯-૨૧ કરોડ ડોલર વધ્યું છે. જોકે સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં૧૦ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે અને નિકાસ પર ‘વિન્ડફોલ ટેક્સ’ લાગુ કર્યો છે, તેમ છતાં આ પગલાં માત્ર આંશિક રાહત આપી શક્યા છે. હાલમાં રિફાઇનરીઓને દર મહિને અંદાજે ૨૭૦ અબજનું વધારાનું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જે લાંબા ગાળે જાળવી રાખવું અશક્ય છે.

ચૂંટણી અને ભાવ વધારાનો સમય

બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે ભાવ વધારાના તર્ક ખૂબ જ મજબૂત છે, પરંતુ તેનો નિર્ણય સંપૂર્ણપણે રાજકીય પરિસ્થિતિ પર આધારિત છે. ૨૯ એપ્રિલે ચૂંટણીનું છેલ્લું ચરણ હોવાથી, કોઈપણ પ્રકારનો ભાવ વધારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ થવાની પ્રબળ શક્યતા છે. સરકાર મોંઘવારી અને રાજકીય સ્થિતિને સંતુલિત રાખવા માટે આ વધારો કદાચ એકસાથે કરવાને બદલે તબક્કાવાર રીતે કરી શકે છે.

વૈશ્વિક પરિબળોની અસર

ક્રૂડ ઓઈલના ભાવ ૧૨૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચ્યા છે અને તેની સામે સ્થાનિક ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સ્થિતિ લાંબો સમય ટકવી મુશ્કેલ છે. ભવિષ્યમાં પણ તેલની અછત રહેવાની અને રાહત મળવાની શક્યતા ઓછી હોવાથી, ગ્રાહકોએ નજીકના ભવિષ્યમાં ઇંધણના ભાવમાં વધારો સહન કરવા માટે તૈયાર રહેવું પડી શકે છે.

👉 આ સમાચાર વાચો:
MS Dhoni vs Rohit Sharma। આઈપીએલનો અસલી જંગ આજે મુંબઈ ઈન્ડિયન્સ vs CSK, દિગ્ગજોની વાપસી સાથે મેચ થશે વધુ રોમાંચક

India China Border LAC Faceoff ભારતચીન સરહદે ફરી તણાવ ITBP ડીજી શત્રુજીત કપૂરનો મોટો ખુલાસો, અરુણાચલ પ્રદેશ બોર્ડર પર હજુ પણ ચાલી રહ્યો છે ફેસઓફ!
Raihan Vadra Photo Exhibition પ્રિયંકા ગાંધીના પુત્રના એક્ઝિબિશન પર કાતર કેમ ચાલી? એવા કયા ૭૪ ફોટા હતા જેનાથી બિકાનેર હાઉસ પ્રશાસન ફફડી ઉઠ્યું જાણો અસલી વિવાદ!
Sonia Gandhi Instagram Debut સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ પ્રથમ વીડિયો શેર કરી પોતાની બહુચર્ચિત આત્મકથા ‘બિલોંગિંગ’ની પહેલી ઝલક દર્શાવી!
SIR Dispute Amit Shah ચૂંટણી હાર્યા પછી પંચ પર દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરો! રાહુલ ગાંધીને અમિત શાહની સલાહ ‘જનતાનો વિશ્વાસ જીતો..’
Exit mobile version