Site icon

Prakash Raj : હવે ઈડીના ઘેરામાં આવ્યો સાઉથનો આ સુપરસ્ટાર, મની લોન્ડરિંગ કેસમાં પાઠવ્યું સમન્સ.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..

Prakash Raj Now this South superstar has come under ED's siege, summoned in a money laundering case..

Prakash Raj Now this South superstar has come under ED's siege, summoned in a money laundering case..

News Continuous Bureau | Mumbai

Prakash Raj : પ્રખ્યાત બોલીવુડ અને ( South actor ) સાઉથ અભિનેતા પ્રકાશ રાજ ( Prakash Raj )  ને ED દ્વારા તપાસ માટે સમન્સ ( Summon ) પાઠવવામાં આવ્યા છે. EDએ પ્રકાશ રાજને પૂછપરછ માટે 10 દિવસમાં હાજર થવા કહ્યું છે. ED દ્વારા જારી કરાયેલા સ) ન્સને કારણે પ્રકાશ રાજ વિવાદમાં ફસાયા છે. 100 કરોડના કેસમાં પ્રકાશ રાજનું નામ સામે આવ્યું છે. આ કેસ પ્રણવ જ્વેલર્સ ( Pranav Jewellers ) સાથે સંબંધિત છે. પ્રણવ જ્વેલર્સના મની લોન્ડરિંગ કેસમાં ( money laundering case ) EDએ પ્રકાશ રાજને સમન્સ પાઠવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોન્ઝી સ્કીમ કૌભાંડ ( Ponzi scheme scam ) ના સંદર્ભમાં, EDએ તમિલનાડુના ત્રિચીમાં પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા.

પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર ( Brand Ambassador ) છે. દરોડા બાદ પ્રકાશ રાજને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કેટલાક વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવતી પોન્ઝી સ્કીમ કેસમાં પ્રણવ જ્વેલર્સનું નામ પણ સામે આવ્યું છે. તપાસ દરમિયાન EDએ કેટલાક દસ્તાવેજો, રૂ. 23.70 લાખની રકમ અને કેટલાક ઘરેણાં જપ્ત કર્યા છે.

 શું છે આ મામલો..

સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન EDને ઘણા દસ્તાવેજો મળ્યા હતા. જેમાંથી કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ બહાર આવ્યા હતા. ઇડીએ ત્રિચીની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ કરાયેલ માહિતી અહેવાલ બાદ તપાસ શરૂ કરી હતી.

આ સમાચાર પણ વાંચોઃ Mumbai Airport: મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મચ્યો હડકંપ, 48 કલાકના સમયમાં, બિટકોઈનમાં માંગયા આટલા લાખ ડોલર.. જાણો વિગતે..

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રણવ જ્વેલર્સે સામાન્ય લોકો પાસેથી ઊંચા વળતરના વચન સાથે 100 કરોડ રૂપિયા લીધા હતા. આ માટે કેટલાક લોકોએ સોનામાં રોકાણ કર્યું હતું. પરંતુ પ્રણવ જ્વેલર્સ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામાન્ય જનતાના પૈસા પરત કરવામાં અસમર્થ હતા. તેઓએ સામાન્ય લોકોને ગેરમાર્ગે દોર્યા અને રાત્રે શોરૂમ બંધ કરી દીધો હતો…

પ્રાપ્ત માહિતી અનુસાર, પોન્ઝી સ્કીમ ચેન્નાઈની સાથે ઈરોડ, નાગરકોઈલ, મદુરાઈ, કુંભકોનમ અને પુડુચેરીમાં પ્રણવ જ્વેલર્સના શોરૂમમાં લોન્ચ કરવામાં આવી હતી. ઘણા લોકોએ આમાં પૈસા રોક્યા હતા. પરંતુ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી બહાર આવી રહી છે. આ કેસમાં પ્રકાશ રાજનું નામ પણ સામે આવ્યું છે. જેથી હવે આગળ શું થશે તેના પર સૌનું ધ્યાન ગયું છે.

Exit mobile version