ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
ભારતે જમીન થી જમીન પર પ્રહાર કરતી પ્રલય મિસાઈલનુ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ પરિક્ષણ ઓરિસ્સા તટ પર કરવામાં આવ્યું છે.
આ મિસાઈલ 150 કિમીથી માંડીને 500 કિલોમીટર સુધીનુ લક્ષ્ય ભેદવા માટે સક્ષમ છે અને આ મિસાઈલમાં સોલિડ ફ્યુલનો ઉપયોગ થાય છે.
પ્રલય મિસાઈલ 500 થી 1000 કિલોગ્રામ સુધીના બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે.
મિસાઈલના પરીક્ષણ દરમિયાન તેના પર સતત નજર રાખવામાં આવી હતી અને તેણે પોતાના લક્ષ્યને સચોટ રીતે ભેદયુ હતુ.
હવે ઉદ્ધવના ખાસમખાસ અને જોગેશ્વરીના આ ધારાસભ્યની 8 કલાક પુછપરછ.. માતોશ્રીમાં ટેન્શન. જાણો વિગત
