Site icon News Continuous Bureau | Mumbai

Prateek Yadav Lucknow Death। યાદવ પરિવારમાં શોકનું મોજું પ્રતીક યાદવનું શંકાસ્પદ સંજોગોમાં મોત, શું ઝેરી પદાર્થ બન્યું કારણ? લખનઉ પોલીસની ઊંડી તપાસ શરૂ

Prateek Yadav Lucknow Death। સવારે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ મૃત જાહેર કર્યા; પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો, તપાસ તેજ.

Prateek Yadav Lucknow Death। યાદવ પરિવારમાં શોકનું મોજું પ્રતીક યાદવનું શંકાસ્પદ સંજોગોમાં મોત, શું ઝેરી પદાર્થ બન્યું કારણ? લખનઉ પોલીસની ઊંડી તપાસ શરૂ

Prateek Yadav Lucknow Death। યાદવ પરિવારમાં શોકનું મોજું પ્રતીક યાદવનું શંકાસ્પદ સંજોગોમાં મોત, શું ઝેરી પદાર્થ બન્યું કારણ? લખનઉ પોલીસની ઊંડી તપાસ શરૂ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Prateek Yadav Lucknow Death। ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવનું બુધવારે સવારે લખનઉમાં નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે કોઈ ઝેરી પદાર્થના સેવનને કારણે મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હોસ્પિટલ લાવતા પહેલા જ મૃત જાહેર કરાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રતીક યાદવને બુધવારે સવારે લખનઉની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના ડાયરેક્ટર એ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તબીબી સારવાર શરૂ થાય તે પહેલા જ તેમનો જીવ જઈ ચૂક્યો હતો.

રહસ્યમય સંજોગોમાં મોત, પોલીસ તપાસ શરૂ

પ્રતીક યાદવના નિધન બાદ લખનઉ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં ‘ઝેરી પદાર્થના સેવન’ની થિયરી પર પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

યાદવ પરિવાર પર શોકનું આભ ફાટ્યું

મુલાયમ સિંહ યાદવના પરિવારમાં અચાનક બનેલી આ ઘટનાથી સપા (SP) કાર્યકરો અને સમર્થકો સ્તબ્ધ છે. પ્રતીક યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. તેઓ રાજકારણથી દૂર રહીને પોતાનો બિઝનેસ સંભાળતા હતા. ઉત્તર પ્રદેશના રાજકારણના આ મોટા પરિવારમાં સર્જાયેલી આ દુર્ઘટનાને લઈને અનેક અટકળો પણ તેજ થઈ છે, જેના પગલે પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Monsoon 2026। શું આ વખતે વહેલું આવશે ચોમાસું? હવામાન વિભાગે કેરળમાં એન્ટ્રીની તારીખ જાહેર કરી, ગુજરાત સહિત ૫ રાજ્યોમાં વરસાદની આગાહી; અત્યારે જ જાણી લો લેટેસ્ટ અપડેટ

Iranian President India Visit ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન ભારતની મુલાકાતે આવશે, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
JP Nadda Health Update કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી AIIMSમાં દાખલ સંસદ સત્ર પૂરું થયા બાદ તબિયત બગડી, જાણો અત્યારે કેવી છે સ્થિતિ
80th Independence Day Address “વિકસિત ભારત” માટે નવો રોડમેપ! જાણો 80મા સ્વતંત્રતા દિવસે પીએમ મોદીના સંબોધનમાં કયા મોટા મુદ્દા કેન્દ્રસ્થાને રહેશે
Exit mobile version