News Continuous Bureau | Mumbai
દેશના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) બાદ હવે મત ગણતરી ચાલી રહી છે. ત્યારે એનડીએના(NDA) ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની(Draupadi Murmu) જીત નિશ્ચિત માનવામાં આવે છે.
બીજા તબક્કાની મત ગણતરીમાં(vote counting) મુર્મૂને 4,83,299 મૂલ્ય ધરાવતા મત મળ્યા છે જ્યારે સિંહાના(yashwant Sinha) મતનું મૂલ્ય 1,89,876 થાય છે.
દ્રૌપદી મુર્મૂને અત્યાર સુધીમાં કુલ 1349 મત મળ્યા છે જ્યારે યશવંત સિંહાને 537 મત મળ્યા છે.
સાંસદોના મતની(MP vote) ગણતરીમાં કુલ 748 મત પડ્યા હતા જેમાંથી દ્રૌપદી મુર્મૂને 540 મત મળ્યા હતા જ્યારે યશવંત સિંહાને 208 મત મળ્યા હતા.
જોકે સાંસદોના મતમાંથી 15 સાંસદોના મત ઇનવેલિડ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : ગયા વર્ષે કેટલા લોકોએ છોડી ભારતની નાગરિકતા-સરકારે સંસદમાં આપ્યો જવાબ-જાણો ચોંકાવનારો આંકડો
