News Continuous Bureau | Mumbai
- પ્રધાનમંત્રીએ નવીન રીતે વાતચીત કરી, ફ્રીવ્હિલિંગ વાતચીતમાં સહભાગીઓ સાથે વ્યક્તિગત રીતે જોડાયા
- પ્રધાનમંત્રીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશ પ્રકાશિત કર્યો, સહભાગીઓને અન્ય રાજ્યોના લોકો સાથે વાતચીત કરવા અપીલ કરી
- પ્રધાનમંત્રીએ યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે પ્રોત્સાહિત કર્યા, વિકસિત ભારતનું વિઝન હાંસલ કરવા માટેની ચાવી તરીકે ફરજો અદા કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો
 
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાતચીત કરી હતી, જેઓ આજે વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને આગામી પ્રજાસત્તાક દિવસની પરેડનો ભાગ બનશે. આ વાતચીત પછી ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિવિધતાને પ્રદર્શિત કરતા જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
ભૂતકાળથી અલગ થઈને પ્રધાનમંત્રીએ સહભાગીઓ સાથે નવીન રીતે આદાનપ્રદાન કર્યું હતું. તેમણે સહભાગીઓ સાથે અનૌપચારિક, ફ્રીવ્હિલિંગ વન-ઓન-વન ઇન્ટરેક્શનમાં ભાગ લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai fire : મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં ખડકપાડા ફર્નિચર માર્કેટમાં ભભૂકી આગ; આઠ ફાયર એન્જિન ઘટનાસ્થળે; આકાશમાં ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા
Prime Minister: પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય એકતા અને વિવિધતાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તથા તમામ સહભાગીઓને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરવા વિવિધ રાજ્યોના લોકો સાથે આદાનપ્રદાન કરવા અપીલ કરી હતી. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓ કેવી રીતે સમજણ અને એકતાને પ્રોત્સાહન આપે છે, જે દેશની પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જવાબદાર નાગરિકો તરીકે ફરજો અદા કરવી એ વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવાની ચાવી છે. તેમણે સૌને સંગઠિત રહેવા અને સામૂહિક પ્રયાસો મારફતે રાષ્ટ્રને મજબૂત કરવા કટિબદ્ધ રહેવા અપીલ કરી હતી. તેમણે યુવાનોને માય ઇન્ડિયા પોર્ટલ પર નોંધણી કરાવવા અને રાષ્ટ્રનિર્માણમાં પ્રદાન કરતી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે શિસ્ત, સમયપાલન અને વહેલા ઉઠવા જેવી સારી ટેવોને અપનાવવાના મહત્વ વિશે પણ વાત કરી હતી અને ડાયરી લેખનને પ્રોત્સાહન આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો :World Economic Forum: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં ભારતના વોશ ઇનોવેશન્સે વૈશ્વિક ચર્ચાનું નેતૃત્વ કર્યુ
Prime Minister: વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ સરકારની કેટલીક મહત્ત્વપૂર્ણ પહેલો પર ચર્ચા કરી હતી, જે લોકોનાં જીવનને શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ થાય છે. તેમણે 3 કરોડ “લખપતિ દીદીઓ”નું સર્જન કરવાની પહેલ મારફતે મહિલા સશક્તિકરણ માટે સરકારની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. એક સહભાગીએ તેની માતાની વાર્તા શેર કરી હતી, જેને આ યોજનાનો લાભ મળ્યો હતો, જેણે તેના ઉત્પાદનોને નિકાસ કરવા માટે સક્ષમ બનાવ્યા હતા. પ્રધાનમંત્રીએ એ વિશે પણ વાત કરી હતી કે, કેવી રીતે ભારતનાં વાજબી ડેટાનાં દરોએ કનેક્ટિવિટીમાં પરિવર્તન કર્યું છે અને ડિજિટલ ઇન્ડિયાને પાવર આપ્યો છે, જે લોકોને એકબીજા સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે અને તકોમાં વધારો કરે છે.
સ્વચ્છતાનાં મહત્ત્વ પર ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો 140 કરોડ ભારતીયો સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લેશે, તો ભારત હંમેશા સ્વચ્છ રહેશે. તેમણે એક પેડ મા કે નામ પહેલના મહત્વ વિશે પણ વાત કરી હતી અને દરેકને તેમની માતાને સમર્પિત કરતા વૃક્ષો વાવવા વિનંતી કરી હતી. તેમણે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પર ચર્ચા કરી હતી અને દરેકને યોગ કરવા માટે સમય ફાળવવા તથા ફિટનેસ અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું, જે મજબૂત અને તંદુરસ્ત રાષ્ટ્ર માટે આવશ્યક છે.
પ્રધાનમંત્રીએ વિદેશી સહભાગીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ સહભાગીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આનંદ વ્યક્ત કર્યો હતો, ભારતની આતિથ્ય-સત્કારની પ્રશંસા કરી હતી અને પોતાની મુલાકાતોના સકારાત્મક અનુભવો વહેંચ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

