Site icon

Swachh Bharat Mission: સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ સફળતાપૂર્વક થયા પૂર્ણ, PM મોદીને આ વૈશ્વિક સંસ્થાઓનાં નેતાઓએ પાઠવ્યા અભિનંદન સંદેશાઓ. જુઓ અહી.

Swachh Bharat Mission: સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીને વૈશ્વિક સંસ્થાઓનાં નેતાઓ તરફથી અભિનંદન સંદેશાઓ મળ્યાં

Prime Minister received congratulatory messages from leaders of global organizations on successful Swachh Bharat Abhiyan

Prime Minister received congratulatory messages from leaders of global organizations on successful Swachh Bharat Abhiyan

News Continuous Bureau | Mumbai 

Swachh Bharat Mission: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વિવિધ વૈશ્વિક સંસ્થાઓનાં નેતાઓ તરફથી અભિનંદનનાં સંદેશાઓ મળ્યાં હતાં. બંને નેતાઓએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, પ્રધાનમંત્રીનાં દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્વચ્છ ભારત અભિયાને કેવી રીતે સ્વચ્છતા અને સફાઈમાં સુધારો કરીને ભારતને નોંધપાત્ર રીતે પરિવર્તિત કર્યું છે.

Join Our WhatsApp Community

Swachh Bharat Mission:  પ્રધાનમંત્રીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ એડનૉમ ઘેબ્રેયેસસની શુભેચ્છા પર આધારિત એક પોસ્ટ MyGov પર શેર કરી.

પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) કહ્યું કે, “વિશ્વ આરોગ્ય સંસ્થાનાં મહાનિદેશક ડૉ. ટેડ્રોસ એડનૉમ ઘેબ્રેયેસસે ( Dr Tedros Adhanom Ghebreyesus ) પ્રધાનમંત્રી @narendramodi પ્રશંસા કરી હતી અને સ્વચ્છ ભારત અભિયાનની 10મી વર્ષગાંઠ પર સરકારનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આ પરિવર્તનકારી પહેલ મારફતે સ્થાયી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવામાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો, જે સ્વચ્છ અને તંદુરસ્ત રાષ્ટ્રને પ્રોત્સાહન આપવા સમુદાયોને એકત્રિત કરે છે. #10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024″

Swachh Bharat Mission:  શ્રી મોદીએ વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાની શુભેચ્છાઓ પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી હતી:

“વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ ( Ajay Banga ) નોંધ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાને સ્વચ્છતામાં સુધારો કરીને ભારતની કાયાપલટ કરી છે અને પ્રધાનમંત્રી @narendramodi દીર્ઘદૃષ્ટા નેતૃત્વમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. #10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024″

Swachh Bharat Mission:  પ્રધાનમંત્રીએ એશિયાઈ વિકાસ બેંકનાં પ્રમુખ માસાત્સુગુ અસાકાવાની શુભેચ્છા પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એશિયન ડેવલપમેન્ટ બેંકનાં પ્રમુખ માસાત્સુગુ અસાકાવાએ પરિવર્તનકારી અભિયાન સ્વચ્છ ભારત અભિયાનનું નેતૃત્વ કરવા બદલ પ્રધાનમંત્રી @narendramodi પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એશિયન ડેવલપમેન્ટ બેંકને આ દૂરંદેશી પહેલ પર શરૂઆતથી જ ભારત સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે. #10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024”

આ સમાચાર પણ વાંચો :  Gujarat Navratri: ગુજરાત સરકાર નવરાત્રી મહોત્સવમાં નાગરિકોના આરોગ્યની લેશે વિશેષ દરકાર, ગરબા ખેલૈયાઓની આરોગ્ય સલામતી માટે કરશે આ ખાસ વ્યવસ્થા.

Swachh Bharat Mission:  શ્રી મોદીએ આધ્યાત્મિક ગુરુ શ્રી  રવિશંકરની શુભેચ્છાઓ પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી હતી

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારથી આપણા આદરણીય પ્રધાનમંત્રી @narendramodiજીએ  સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે, ત્યારથી અમે જોઈ રહ્યા છીએ કે સ્વચ્છતા પર લોકોનું ધ્યાન પરત ફર્યું છે: શ્રી શ્રી રવિશંકર ( Sri Sri Ravi Shankar ) , આધ્યાત્મિક નેતા ” #10YearsOfSwachhBharat #SBD2024 #SwachhBharat પર.

Swachh Bharat Mission:  પ્રધાનમંત્રીએ ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રતન ટાટાની શુભેચ્છાઓ પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી

“હું માનનીય પ્રધાનમંત્રી@narendramodiને #10YearsOfSwachhBharatના આ અવસર પર અભિનંદન આપું છું हूं @RNTata2000, ચેરમેન, ટાટા ( Ratan Tata ) ટ્રસ્ટ્સ #SBD2024 #SwachhBharat”

Swachh Bharat Mission:  શ્રી મોદીએ માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને પરોપરકારી બિલ ગેટ્સની શુભેચ્છા પર આધારિત એક પોસ્ટ MyGov પર શેર કરી હતી

“સ્વચ્છતાના આરોગ્ય પર સ્વચ્છ ભારત મિશનની અસર અદભૂત રહી છે – @BillGates, સંસ્થાપક, માઇક્રોસોફ્ટ અને પરોપકારી #10YearsOfSwachhBharat પર તેમના વિચારો સાંભળો. #NewIndia #SwachhBharat”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version