Site icon News Continuous Bureau | Mumbai

આજે સાંજે 6 વાગે PM મોદી કરશે રાષ્ટ્રજોગ સંબોધન, જાણો કયા કયા મહત્વના મુદ્દાઓ કરી શકે છે મનની વાત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

20 ઓક્ટોબર 2020 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. કોરોના વાયરસ મહામારી, ભારત-ચીન સરહદે તણાવ અને 100 થી વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધના નિર્ણય વચ્ચે પીએમ મોદી સંબોધન કરવા જઈ રહ્યાં છે. આવામાં પીએમ મોદી પોતાના સંબોધનમાં અનેક પહેલુઓ પર વાત કરી શકે છે. તેમણે છેલ્લીવાર 12મી મેના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

અનલોક 2.0 ની ગાઈડલાઈન્સ એક જુલાઈથી લાગુ થઈ છે. ગૃહ મંત્રાલયે પોઈન્ટ વાઈઝ માર્ગદર્શિકા બહાર પાડી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદી કેટલીક ગતિવિધિઓને છૂટ ન આપવાના કારણ જણાવી શકે છે. 

દેશમાં જે પ્રકારે કોરોના વાયરસના સંક્રમણના કેસ વધ્યા છે તેને જોતા પીએમ મોદી ફરી એકવાર જનતાને સમજાવી શકે છે કે વેક્સિન ન મળે ત્યાં સુધી કોરોનાથી બચવાના આ જ શ્રેષ્ઠ ઉપાય છે. 

કેન્દ્ર સરકારે 100 થી વધુ ચીની એપ્સને બેન કરવાનો જે નિર્ણય લીધો છે તેના પર પીએમ મોદી બોલી શકે છે. રવિવારે મન કી બાતમાં પીએમ મોદીએ સરહદ પર રહેલા તણાવનો ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતું કે ભારતમાતા પર નજર નાખનારાઓને જવાબ આપી દેવાયો છે.

લોકડાઉનના કારણે ઘરોમાં જ કેદ બાળકો અંગે પીએમ મોદી વાત કરી શકે છે. હાલ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. આવામાં પીએમ મોદી બાળકોને ઘરેથી જ અભ્યાસ કરવા માટે પ્રેરિત કરી શકે છે. ઓનલાઈન ક્લાસિઝનું મહત્વ સમજાવી શકે છે. આ દિશામાં લેવાયેલા પગલાંની જાણકારી આપી શકે છે. 

સરકારે ઘરેલુ ઉડાણોને પરમિશન આપી છે પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ હજુ પણ વંદે ભારત મિશન હેઠળ જ ઓપરેટ થશે. મુસાફરીના મહત્વના સાધનોને સિમિત રાખવા અંગે બોલી શકે છે. તમામ સેવાઓ ક્યાં સુધીમાં ખોલાશે તે અંગેની જાણકારી આપી શકે છે. 

2013 Jhiram Ghati Naxal attack વર્ષ ૨૦૧૩ના ચર્ચિત નક્સલ હુમલામાં એનઆઈએ કોર્ટે ૧૦ આરોપીઓને ઠેરવ્યા દોષિત
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Exit mobile version