Site icon News Continuous Bureau | Mumbai

હવે પ્રાઇવેટ હૉસ્પિટલો કંપનીઓ પાસેથી સીધી રસી ખરીદી શકશે નહીં; કેન્દ્ર સરકારે જાહેર કરી આ નવી નિયમાવલી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

દેશમાં કોરોનાની રસીની માગને લઈને સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ હેઠળ હવે ખાનગી હૉસ્પિટલો સીધી કંપનીઓ પાસેથી રસી ખરીદી શકશે નહીં. હવે રસી ખરીદવા માટે, તેઓએ કોવિન ઍપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે. આ સાથે કેન્દ્ર સરકારે હવે રસીઓની ખરીદી માટે મર્યાદા નક્કી કરી છે.

સરકારના આ નવા નિયમ મુજબ, કોઈપણ ખાનગી હૉસ્પિટલ પાછલા મહિનાના કોઈપણ એક ચોક્કસ સપ્તાહમાં સરેરાશ વપરાશના મહત્તમ બમણા સ્ટૉકની ખરીદી કરી શકે છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કેસરેરાશ ગણતરી માટે હૉસ્પિટલો તેમની પસંદગીના અઠવાડિયાની પસંદગી કરી શકે છે.

આ સૉફ્ટવેરનો ઉપયોગ કરી પાકિસ્તાનીઓ કરતા હતા ભારતમાં રેલવે ટિકિટમાં દલાલીનો ગોરખધંધો; હવે IRCTC ભરશે આ પગલું, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત રસીકરણ ડ્રાઇવનો ભાગ બનતી હૉસ્પિટલો માટે પણ નિયમોમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. હવે આ હૉસ્પિટલમાં ઉપલબ્ધ બેડ પ્રમાણે રસી ફાળવવામાં આવશે.

Kulgam Encounter LeT Commander Latif Bhat કુલગામમાં આતંકીઓનો ખાતમો CRPF હુમલાના કાવતરાખોર લતીફ ભટ સહિત લશ્કરના બે આતંકી ઠાર, સર્ચ ઓપરેશન જારી
SC ST Reservation Seat Rotation Supreme Court અનામત બેઠકોનું રોટેશન ક્યારે અને કેવી રીતે થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો સ્પષ્ટ ચુકાદો!
Bilkis Bano Case SC Bail બિલકિસ બાનો કેસમાં મોટો વળાંક બે દોષિતોની આજીવન કેદની સજા સ્થગિત, 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ સુપ્રીમ કોર્ટની રાહત
Vande Bharat Train Brake Failure કલ્પના કરો કે શું થયું હોત! બ્રેક ફેલ હોવા છતાં 463 કિમી સુધી દોડતી રહી વંદે ભારત ટ્રેન, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
Exit mobile version