Site icon News Continuous Bureau | Mumbai

Property Right: જે બાળકો તેમના માતા-પિતાની સંભાળ રાખતા નથી તેમની પાસેથી આ અધિકાર છીનવી લેવામાં આવશે! જાણો યોગી સરકાર કયો નિયમ બનાવવા જઈ રહી છે?

Property Right: કેન્દ્ર સરકારે વૃદ્ધ નાગરિકોની સુરક્ષા માટે જાળવણી કલ્યાણ અધિનિયમ 2007 લાગુ કર્યો હતો, જે 2014માં ઉત્તર પ્રદેશમાં લાગુ કરવામાં આવ્યો હતો. હવે તેને મજબૂત બનાવવા માટે તેને વધુ અસરકારક બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Property Right: That right will be snatched from the children who do not take care of their parents! Know which rule the Yogi government is going to make

Property Right: That right will be snatched from the children who do not take care of their parents! Know which rule the Yogi government is going to make

News Continuous Bureau | Mumbai 

Property Right: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સરકાર હવે વૃદ્ધ સ્વજનોની સુરક્ષાને લઈને નવો નિયમ લાવવા જઈ રહી છે. જે અંતર્ગત આવા બાળકો જેઓ પોતાના માતા-પિતાને નિરાધાર છોડી દે છે, તેઓને મોટા અધિકારથી વંચિત રાખવામાં આવી શકે છે. આ સંદર્ભમાં ભાજપ (BJP) ની રાજ્ય સરકાર નવો નિયમ લાવવાની તૈયારીમાં છે..

Join Our WhatsApp Community

ભરણ પોષણ નિયમોમાં ફેરફાર

ઉત્તર પ્રદેશ (UP) નો સમાજ કલ્યાણ વિભાગ વરિષ્ઠ નાગરિકો (Senior Citizen) માટે બનાવવામાં આવેલા મેન્ટેનન્સ રૂલ્સ 2014 (Senior Citizen Maintenance Rules) માં સુધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે સમાજ કલ્યાણ વિભાગ કાયદાકીય નિષ્ણાતોની સલાહ લેવાની તૈયારીમાં છે. એક અગ્રણી હિન્દી ન્યૂઝ ચેનલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, સમાજ કલ્યાણ વિભાગ કાયદાકીય સલાહ લીધા બાદ પ્રસ્તાવિત નિયમને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ રજૂ કરશે.

આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3: ‘ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટને ‘શિવ શક્તિ’ નામ આપવું એ સમાનતાનો સંદેશ છે’, PM મોદીની આ બે મોટી જાહેરાત પર ઈસરોએ આપી પ્રતિક્રિયા..

મિલકત અધિકારો છીનવાઈ જશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયમ હેઠળ વૃદ્ધ માતા-પિતાની અનાદર કરનાર બાળકો અને સંબંધીઓ પાસેથી મિલકતનો અધિકાર છીનવી લેવામાં આવશે. આ નિયમમાં વૃદ્ધોની મદદ માટે પોલીસ કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવશે. નવા નિયમ હેઠળ, જે બાળક અથવા સંબંધી પાસેથી મિલકતનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે, તે ત્રીસ દિવસની અંદર મિલકત પર તેનો હક નહીં આપે તો આવી સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા રચાયેલ ટ્રિબ્યુનલ અધિકારો વૃદ્ધ માણસને આપવા માટે કામ કરશે.

 

LPG Supply Crisis: એલપીજી સિલિન્ડર માટે હજુ વર્ષો સુધી જોવી પડશે રાહ? ગેસ પુરવઠાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી ચિંતાજનક સમાચાર!
Kurnool Road Accident: આંધ્રપ્રદેશના કુર્નૂલમાં કાળમુખો અકસ્માત: ટેન્કર અને બોલેરો વચ્ચેની ભીષણ ટક્કરમાં 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત, મચ્યો હાહાકાર!
Women’s Reservation Bill: ‘માતા-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા આરક્ષણ બિલ પર પીએમ મોદીનો મોટો સંદેશ, નારી શક્તિના સશક્તિકરણ પર મૂક્યો ભાર!
Weather Update ક્યાંક કરા તો ક્યાંક કાળઝાળ ગરમી! જાણો તમારા શહેરમાં કેવું રહેશે હવામાન, ગુજરાતમહારાષ્ટ્ર માટે આવ્યું મોટું અપડેટ
Exit mobile version