Site icon

દુનિયાએ જોઈ ભારતની તાકાત, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રશિયાના વિજય દિવસની પરેડમાં લીધો ભાગ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

24 જુન 2020

ચીન-ભારત તણાવ વચ્ચે રશિયામાં વિજય દિવસની પરેડમાં ભારત તરફથી દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ ભાગ લીધો હતો. હજી સુધી આ પરેડમાં ભારત નું સૈન્ય જ જતું હતું, પરંતુ આ વખતે ભારતીય સશસ્ત્ર દળના ત્રણ દળના સૈનિકો પણ મોસ્કોના રેડ સ્ક્વેરની વિજય પરેડમાં ભાગ લીધો હતો. રશિયાની રાજધાની મોસ્કોમાં 75મી વિજય દિવસ પરેડમાં ભારતીય સેનાનું દળ પણ સામેલ થયું. આ દળમાં ભારતની ત્રણેય સેનાઓ સામેલ થઈ છે. રશિયા આ વિજય દિવસ પરેડ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મની વિરુદ્ધ જીતની યાદમાં મનાવે છે. વિજય દિવસ પરેડના કાર્યક્રમમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ સામેલ થયાં છે. સંરક્ષણ પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હું 1941-1945 ના યુદ્ધમાં સોવિયત આર્મીની જીતની 75 મી વર્ષગાંઠની ઉજવણી માટે મોસ્કોના રેડ સ્ક્વેર પર વિજય દિવસની પરેડમાં જોડાયો હતો. મને ગર્વ છે કે, ભારતીય સશસ્ત્ર દળના ત્રણ દળોની ટુકડી પણ આ પરેડમાં ભાગ લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસીય રશિયાના પ્રવાસે સોમવારે રશિયા પહોંચ્યા હતા. તેમણે મંગળવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે અમે બંન્ને દેશોના સેન્ય દળો વચ્ચે દોસ્તીની એક મિસાલ છે. કોરોના મહામારી દરમિયાન આ ભારતના કોઈ સત્તાવાર ડેલિગેશનની પહેલા વિદેશ મુલાકાત છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3g4uBbl

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version