Site icon

Public Interest: ‘રાષ્ટ્રીય હિત માટે…’, સુપ્રીમ કોર્ટે ED ડિરેક્ટર એસકે મિશ્રાના કાર્યકાળને લંબાવવાની આપી મંજૂરી, આ તારીખ સુધી રહેશે કાર્યરત..

Public Interest : ED ડિરેક્ટરનો કાર્યકાળઃ સુપ્રીમ કોર્ટે મોદી સરકારને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને લંબાવવાની મંજૂરી આપી દીધી છે.

Public Interest: SK Mishra's Term as ED Chief Extended Again, Now Till 15 Sept

Public Interest: SK Mishra's Term as ED Chief Extended Again, Now Till 15 Sept

News Continuous Bureau | Mumbai
Public Interest : સુપ્રીમ કોર્ટે ED ડાયરેક્ટર સંજય મિશ્રાના કાર્યકાળને લંબાવવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડાયરેક્ટર એસકે મિશ્રા(SK Mishra)નો કાર્યકાળ 15 ઓક્ટોબર સુધી લંબાવવા વિનંતી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે એસકે મિશ્રાના કાર્યકાળને 15 ઓક્ટોબર સુધી લંબાવવા(Extension)નો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે (Supreme court)તેમના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાની મંજૂરી આપી છે.

છેલ્લું સર્વિસ એક્સટેન્શન

સુપ્રીમ કોર્ટે ‘રાષ્ટ્રીય હિત’ને ધ્યાનમાં રાખીને ED ડિરેક્ટરનો કાર્યકાળ 15 સપ્ટેમ્બર સુધી વધારવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ED ડાયરેક્ટરનો કાર્યકાળ વધારવા માટે હવે વધુ સુનાવણી થશે નહીં. એટલે કે એસકે મિશ્રાનું આ છેલ્લું સર્વિસ એક્સટેન્શન માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

કેન્દ્રએ FATF રિવ્યૂની દલીલ

કેન્દ્રએ એસકે મિશ્રાના કાર્યકાળને લંબાવવાની અરજી પાછળ અનેક કારણો દર્શાવ્યા હતા. કેન્દ્ર સરકાર(Central govt) વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)ની ટીમ થોડા દિવસોમાં ભારતમાં આવવાની છે. દેશનું રેન્કિંગ FATFની સમીક્ષા પર નિર્ભર કરે છે, તેનાથી વૈશ્વિક છબી ઉભી થાય છે, તેથી વર્તમાન ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને લંબાવવાની જરૂર છે. FATF રિવ્યૂ અને ED વચ્ચે શું કનેક્શન છે? તેના પર, સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગનો સીધો સંબંધ FATF રિવ્યૂ સાથે છે અને ED આ બંને કેસની તપાસ કરે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી પ્રદર્શિત કરે છે

કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલમાં FATFનુ પીયર રિવ્યૂ ચાલી રહ્યું છે. આ માટે FATF કમિટી 3 નવેમ્બરે ભારત આવશે. આવી સ્થિતિમાં, એસકે મિશ્રાને તેમના પ્રશ્નોના જવાબો તૈયાર કરવાની જરૂર પડશે, કારણ કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ઇડીનું નેતૃત્વ કરી રહ્યા છે. આગળ કહેવામાં આવ્યું કે FATF રિવ્યૂની સીધી અસર દેશને મળતા ક્રેડિટ રેટિંગ પર પડે છે, તેને આપણે સહજતાથી ન લેવું જોઈએ. કારણ કે તેનું સીધું કનેક્શન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી પ્રદર્શિત કરે છે.

આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani : લ્યો કરો વાત.. એશિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણી ખિસ્સામાં પૈસા લઈને નથી ફરતા, ક્રેડિટ કાર્ડ પણ નથી રાખતા..

કેન્દ્રએ જણાવ્યું કે એસકે મિશ્રાને કેમ મળવું જોઈએ સર્વિસ એક્સટેન્શન

કેન્દ્ર સરકારે જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચ સમક્ષ FATFની દલીલ કરી હતી. જસ્ટિસ ગવઈએ કહ્યું કે અમે સોલિસિટર જનરલ મહેતા અને એએસજી એસવી રાજુની દલીલો સાંભળી છે. અમે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી, પ્રશાંત ભૂષણ અને વરિષ્ઠ વકીલ ચૌધરીની દલીલો પણ સાંભળી છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે ASGએ તેમની અરજીમાં કહ્યું કે મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડિંગનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેની ED દ્વારા સમીક્ષા કરવાની રહેશે. એટલા માટે જરૂરી છે કે ED ડાયરેક્ટરને 15 ઓક્ટોબર સુધી સર્વિસ એક્સટેન્શન આપવામાં આવે.

છેલ્લી સુનાવણીમાં શું થયું હતું

સુપ્રીમ કોર્ટે 11 જુલાઈના રોજ તેની છેલ્લી સુનાવણીમાં એસકે મિશ્રાની સર્વિસ એક્સટેન્શન પર રોક લગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે તે તેના 2021ના નિર્ણયની વિરુદ્ધ છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે જનહિતને ધ્યાનમાં રાખીને અને નવા ડિરેક્ટરની નિમણૂક માટે અમે વર્તમાન ડિરેક્ટરને તેમના પદ પર થોડો વધુ સમય ચાલુ રાખવાનો સ્વીકાર કરીએ છીએ. એસકે મિશ્રા આ પદ પર 15 સપ્ટેમ્બર 2023 સુધી ચાલુ રહી શકે છે. જો કે, આ પછી તેમના સર્વિસ એક્સટેન્શન સંબંધિત મામલામાં કોઈ સુનાવણી થશે નહીં.

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version