Site icon News Continuous Bureau | Mumbai

Pune Module Case: દિલ્હીમાં NIAની મોટી કાર્યવાહી, અનેક સ્થળો પર દરોડા પાડી ISISના આ ત્રણ ઈનામી આતંકીઓની શોધખોળ .. જાણો શું છે આ સંપુર્ણ મામલો. વાંચો વિગતે અહીં..

Pune Module Case: દિલ્હીમાં ISISના ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર છે, શોધ ચાલુ છે. NIAએ આ ત્રણેય આતંકવાદીઓ પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે અને સતત દરોડા પાડી રહી છે.

Pune Module Case: NIA's big operation in Delhi, raided many places and searched for these three ISIS terrorists

Pune Module Case: NIA's big operation in Delhi, raided many places and searched for these three ISIS terrorists

News Continuous Bureau | Mumbai 

Pune Module Case: દિલ્હીમાં ISISના ત્રણ આતંકવાદીઓ (  ISIS terrorists ) છુપાયા હોવાના સમાચાર છે, શોધ ચાલુ છે. NIAએ આ ત્રણેય આતંકવાદીઓ પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે અને સતત દરોડા પાડી રહી છે. આ ત્રણેય આતંકીઓ પૂણે ISIS કેસમાં વોન્ટેડ છે અને તેમનું દિલ્હી કનેક્શન મળી આવ્યા બાદ દિલ્હીની સ્પેશિયલ સેલ ( Special Cell ) પણ આ કેસની તપાસ કરી રહી છે.

Join Our WhatsApp Channel

પુણે પોલીસ ( Pune Police ) અને NIAની ટીમોએ મધ્ય દિલ્હી વિસ્તારમાં દરોડા પાડ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. હવે ગુપ્તચર એજન્સીઓ ( intelligence agencies ) તેમને શોધવામાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ, આ ત્રણ આતંકવાદીઓના નામ મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા ફયાઝ શેખ છે. તાજેતરમાં NIAએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે દરોડા દરમિયાન મોટી સંખ્યામાં પિસ્તોલ, દારૂગોળો તેમજ અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી હતી.

 NIAએ ISIS પુણે મોડ્યુલ કેસમાં 7 લોકોની ધરપકડ…

NIAએ ISIS પુણે મોડ્યુલ કેસમાં 7 લોકોની ધરપકડ કરી હતી. આ માણસો પુણેના કોંધવા ખાતેના એક ઘરમાંથી કામ કરી રહ્યા હતા, જ્યાં તેઓએ ગયા વર્ષે IED એસેમ્બલ કર્યું હતું અને બોમ્બની તાલીમ અને ઉત્પાદન વર્કશોપનું આયોજન કર્યું હતું.

એટલું જ નહીં, તેણે તેમાં ભાગ લીધો હતો અને IED ટેસ્ટ કરવા માટે આ જગ્યાએ નિયંત્રિત બ્લાસ્ટ પણ કર્યા હતા. અત્યાર સુધી ત્રણેય આતંકવાદીઓ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની પકડથી દૂર છે, પરંતુ NIAના અધિકારીઓનું કહેવું છે કે ત્રણેય આતંકવાદીઓને જલ્દી પકડી લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Shocking incident: રેલવે ટ્રેક પર Reels બનાવવી આ શખ્સને પડી ભારે: ધડામ દઇને ટ્રેને ઉડાડી દીધો, પછી થયું આ….જુઓ વિડીયો.. વાંચો અહીં..

નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સીનું કહેવું છે કે મોટાભાગના દેશ વિરોધી પ્રવૃતિ કરતી ગેંગ પાકિસ્તાન, UAE, કેનેડા,સહિત અન્ય દેશોમાં નાસીછૂટી છે અને ત્યાં બેઠા બેઠા ભારતમાં હિંસા ભડકાવવાનું કામ કરી રહી છે. મોટાભાગના ડ્રગ્સ સ્મગલર્સ અને આતંકવાદીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. NIAએ આ સાથે એ પણ જણાવ્યું હતું કે આ ગુનેગારો ભારતભરની જેલોમાં બંધ ગુનેગારો સાથે મળીને બદલો લેવા અને ભારતની શાંતીને ડહોળવાના પ્રયાસો કરી રહ્યા છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રાજૌરીના ધાંગરી ગામમાં આતંકવાદી હુમલાની તપાસના સંદર્ભમાં પૂંચ જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ વર્ષે 1 જાન્યુઆરીએ ધાંગરી ગામમાં થયેલા આ હુમલામાં સાત નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા અને 8 ઘાયલ થયા હતા. NIA દ્વારા હુમલાખોરોને આશ્રય આપવાના કેસમાં પૂંચ જિલ્લાના ગુરસાઈ ગામના બે વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version