News Continuous Bureau | Mumbai
Raghav Chadha On Budget :રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે કેન્દ્રીય બજેટ 2024 પર કેન્દ્ર પર આકરા પ્રહારો કરીને કહ્યું કે દેશ ઇંગ્લેન્ડની જેમ ટેક્સ ચૂકવે છે અને સોમાલિયા જેવી સેવાઓ પ્રાપ્ત કરી રહ્યો છે.
Raghav Chadha On Budget : રાઘવ ચઢ્ઢાએ શું કહ્યું?
પ્રશ્નોત્તરી દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સરકાર સામે અનેક અકળાવનારા પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે કમેન્ટ કરી હતી કે ભારતીયો 10 રૂપિયામાંથી આશરે ₹7 જેટલો ટેક્સ ભરે છે. પોતાના વક્તવ્યમાં તેમણે કહ્યું. કે દરેક ભારતીય 10 રૂપિયામાંથી ₹3 જેટલો ઇન્કમ ટેક્સ ₹2 જેટલો GST દોઢ રૂપિયા જેટલો કેપિટલ ગેઇન ટેક્સ એકથી દોઢ રૂપિયા જેટલો સેસ ભરે છે. ₹7 સરકારના ખિસ્સામાં જાય છે. પરંતુ આની સામે સરકાર સોમાલિયા જેટલી સુખ સુવિધાઓ ભારતીયોને પરત આપે છે.
આ સમાચાર પણ વાંચો : ભારતમાં હવે વધશે ઈલેક્ટ્રિક વાહનો? સરકારે બજેટમાં લીધો આ મોટો નિર્ણય.. જાણો વિગતે..
Raghav Chadha On Budget રાઘવ ચડ્ઢાના સ્ટેટમેન્ટની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.
રાઘવ ચઢ્ઢાએ જે સ્ટેટમેન્ટ આપ્યું ત્યારબાદ સોશિયલ મિડીયા પર ચર્ચા ચકડોળે ચડી છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢાની વાત કેટલી ખરી છે અને કેટલી ખોટી. અનેક લોકોનું કહેવું છે કે સરકાર અમર્યાદિત ટેક્સ વસૂલી રહી છે પરંતુ તેની સામે સુખ સુવિધાઓ ઘણી ઓછી છે.
