Site icon News Continuous Bureau | Mumbai

Rahul Gandhi Foreign Toolkit Row ‘રાહુલ ગાંધી વિદેશી ટૂલકિટ ગેંગના મોહરા’ નીતિન નબીનનો કોંગ્રેસ પર આકરો હુમલો, ભારતીય લોકતંત્રને બદનામ કરવાનું કાવતરું હોવાનો દાવો

Rahul Gandhi Foreign Toolkit Row SIR મતદાર યાદી સુધારણા અને બેલેટ પેપરની માગણી પર વિપક્ષ ઘેરાયો, દેશ બંધારણ મુજબ ચાલશે ગાંધી પરિવારના નિયમથી નહીં ભાજપ

Rahul Gandhi Foreign Toolkit Row  'રાહુલ ગાંધી વિદેશી ટૂલકિટ ગેંગના મોહરા' નીતિન નબીનનો કોંગ્રેસ પર આકરો હુમલો, ભારતીય લોકતંત્રને બદનામ કરવાનું કાવતરું હોવાનો દાવો

Rahul Gandhi Foreign Toolkit Row 'રાહુલ ગાંધી વિદેશી ટૂલકિટ ગેંગના મોહરા' નીતિન નબીનનો કોંગ્રેસ પર આકરો હુમલો, ભારતીય લોકતંત્રને બદનામ કરવાનું કાવતરું હોવાનો દાવો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Rahul Gandhi Foreign Toolkit Row ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે આક્રમક રાજકીય પ્રહારો કરવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય નેતા નીતિન નબીને (Nitin Nabin) રાહુલ ગાંધીને ‘વિદેશી ટૂલકિટ ગેંગના મોહરા’ (Pawn of Foreign Toolkit Gang) ગણાવીને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે વિપક્ષી દળો જનાદેશનો અનાદર કરીને બંધારણીય સંસ્થાઓ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને વિદેશી શક્તિઓના ઈશારે દેશમાં અસ્થિરતા અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર (Special Intensive Revision SIR) મુદ્દે વિપક્ષ જે આંદોલન કરી રહ્યો છે, તે દેશના હિતો વિરુદ્ધનું પગલું હોવાનો દાવો તેમણે કર્યો છે.

Rahul Gandhi Foreign Toolkit Row – જનાદેશનો અનાદર અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ પર અવિશ્વાસ

ભાજપ નેતાએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યા બાદ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના પક્ષો પોતાની નિષ્ફળતા છુપાવવા માટે લોકતાંત્રિક સંસ્થાઓ પર કાદવ ઉછાળી રહ્યા છે. હિમાચલ પ્રદેશ, તમિલનાડુ કે કેરળ જેવા રાજ્યોમાં જ્યારે વિપક્ષ ચૂંટણી જીતે છે ત્યારે તેમને ચૂંટણી પંચની કાર્યપ્રણાલી પર કોઈ શંકા નથી હોતી, પરંતુ જ્યાં તેઓ હારે છે ત્યાં ઈવીએમ (EVM) અને મતદાર યાદી પર સવાલો ઉભા કરે છે. તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી અને તેમની ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની ઝડપી આર્થિક પ્રગતિ અને વૈશ્વિક સ્તરે વધતી શાખને સહન કરી શકતી નથી, જેથી વિદેશી ષડયંત્રના ભાગરૂપે દેશની છબી ખરડવાના પેંતરા રચી રહ્યા છે.

Rahul Gandhi Foreign Toolkit Row – બેલેટ પેપરની માગણી સામે પ્રહાર અને ‘જંગલરાજ’ તરફ ધકેલવાનો આરોપ

વિરોધ પક્ષો દ્વારા બેલેટ પેપરથી (Ballot Paper) ચૂંટણી કરાવવાની માગણી સામે પણ નીતિન નબીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભૂતકાળમાં બંદૂકના નાળચે બૂથ કેપ્ચરિંગ (Booth Capturing) અને મતપેટીઓ લૂંટનારા તત્વો ફરીથી દેશને તે જ જૂના અંધકાર યુગમાં ધકેલવા માંગે છે. પારદર્શક અને ડિજિટલ ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડીને દેશની લોકશાહી વ્યવસ્થા પરથી સામાન્ય જનતાનો ભરોસો ઉઠાવી દેવાનો આ મોટો પેંતરો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થઈને આખરી મતદાર યાદી જાહેર થઈ ત્યારે કેટલા વિપક્ષી નેતાઓએ કાયદેસરની ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી?

Rahul Gandhi Foreign Toolkit Row – ૧૩ કરોડ મતદારોના વિવાદમાં ઘૂસણખોરો અને બોગસ નામોની સચ્ચાઈ

દિલ્હી ખાતે યોજાયેલી વિપક્ષી રેલીના સંદર્ભમાં તેમણે આક્ષેપ કર્યો કે જે નામો હટાવવાની વાતો થઈ રહી છે તેમાં અઢી કરોડ એવા લોકો છે જેમના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે છ કરોડ લોકો એક સ્થળેથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ ગયા છે. આ સિવાય ત્રણ કરોડ ગેરકાયદે ઘૂસણખોરોની (Infiltrators) ઓળખ થઈ રહી છે, જેમને બચાવવા માટે કોંગ્રેસ રાજકીય હવાતિયાં મારી રહી છે. તેમણે ચેતવણી આપી કે દેશ ગાંધી પરિવારના કાયદાથી નહીં પરંતુ ભારતના બંધારણથી (Constitution of India) ચાલશે અને દેશના ૧૪૦ કરોડ નાગરિકો વિદેશી તાકાતોના ઈશારે દેશ વિરોધી એજન્ડા ચલાવનારાઓને ક્યારેય સફળ થવા દેશે નહીં.

👉 આ સમાચાર વાચો:
BKU Kadian Backs SAD પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટો રાજકીય ઉલટફેર ભારતીય કિસાન યુનિયન (કાદિયાં) એ શિરોમણી અકાલી દળને આપ્યું ખુલ્લું સમર્થન

Rahul Gandhi Foreign Support Allegation ‘વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા છે’ રાહુલ ગાંધીનો PM મોદી પર સનસનાટીભર્યો આરોપ, કોઈપણ મંચ પર ખુલ્લી ચર્ચાનો ફેંક્યો પડકાર
Amit Shah Challenges Rahul Gandhi ‘મોક પાર્લામેન્ટમાં જ PM બની શકો છો’ અમિત શાહનો રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર, વિશેષ સત્ર બોલાવી ચર્ચા કરવા સરકાર તૈયાર
BKU Kadian Backs SAD પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટો રાજકીય ઉલટફેર ભારતીય કિસાન યુનિયન (કાદિયાં) એ શિરોમણી અકાલી દળને આપ્યું ખુલ્લું સમર્થન
Ram Temple Donation Case રામ મંદિર ચંદા ગેરરીતિ કેસમાં હવે સ્થાનિક મેજિસ્ટ્રેટ કોર્ટ કરશે કાર્યવાહી; સુપ્રીમ કોર્ટે અરજદારોને ટ્રાયલમાં મદદ કરવાની છૂટ આપી
Exit mobile version