News Continuous Bureau | Mumbai
એક વિવાદિત નિવેદન મામલે કોંગ્રેસના(Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ(Former National President) રાહુલ ગાંધીને(Rahul Gandhi) ઝારખંડ હાઇકોર્ટે(Jharkhand Highcourt) ઝટકો આપ્યો છે.
હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે અને રાંચીની(Ranchi) સિવિલ કોર્ટમાં(Civil Court) પોતાની વાત રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ એસ.કે.દ્વિવેદીની(Justice SK Dwivedi) કોર્ટે કહ્યું કે, તેઓ હાઈકોર્ટમાં જે મુદ્દા ઉઠાવી રહ્યા છે તે સિવિલ કોર્ટમાં ઉઠાવવા જોઈએ.
તેમણે રુબરુમાં કોર્ટમાં હાજર રહેવું પડશે અને પોતાનો પક્ષ રજૂ કરવો પડશે.
ઉલ્લેખનીય છે 2019માં લોકસભા ચૂંટણી(Lok Sabha elections) દરમિયાન રાંચીમાં એક ચૂંટણી રેલીને(Election rally) સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે લોકોના નામ સામે મોદી છે તે બધા ચોર છે.
આનાથી મોદી સમાજ નારાજ થયો હતો અને તેમને લાગ્યું હતું કે તેમના સન્માનને ઠેસ પહોંચી છે.
આ સમાચાર પણ વાંચો : અમરનાથ યાત્રા પર હંગામી રોક- આ કારણે યાત્રાળુઓને કેમ્પ પર જ રોકી દેવાયા