Site icon News Continuous Bureau | Mumbai

Rahul Gandhi mic off : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે થઈ જોવા જેવી, પોતાની જ પાર્ટીના ચાલુ કાર્યક્રમે માઈક થઇ ગયું બંધ બંધ, પછી શું થયું…જુઓ આ વીડિયોમાં!

Rahul Gandhi mic off : બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પરંતુ તેમના સંબોધન ની વચ્ચે જ તેમનું માઈક બંધ થઈ ગયું હતું. લાંબા સમય સુધી તેમનું માઈક બંધ રહ્યું હતું. પરંતુ જ્યારે તેમનું માઈક ઠીક કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તમે ઈચ્છો તેટલું માઈક બંધ કરો, હું હજી બોલીશ.

- Rahul Gandhi mic off Rahul Gandhi Mocks 'Mic Off' Incident in Fiery Speech on Constitution Day 2024- Rahul Gandhi mic off Rahul Gandhi Mocks 'Mic Off' Incident in Fiery Speech on Constitution Day 2024

- Rahul Gandhi mic off Rahul Gandhi Mocks 'Mic Off' Incident in Fiery Speech on Constitution Day 2024

 News Continuous Bureau | Mumbai

Rahul Gandhi mic off :  આજે બંધારણ દિવસ છે. આ ખાસ અવસર પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાજધાનીના તાલકટોરા સ્ટેડિયમમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ પાર્ટી દ્વારા જ કરવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે રાહુલ ગાંધીએ બોલવાનું શરૂ કર્યું કે તરત જ તેમનું માઈક બંધ થઈ ગયું. જે બાદ પાર્ટીના કેટલાક નેતાઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

Join Our WhatsApp Channel

Rahul Gandhi mic off : જુઓ વિડીયો 

 

નોંધનીય છે કે આ પહેલા પણ રાહુલ ગાંધીએ ઘણી વખત તેમના પર સંસદમાં માઈક બંધ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, પોતાના જ પક્ષના કાર્યક્રમમાં માઈક બંધ થઈ જતાં રાહુલ ગાંધી પણ આજે હસતા જોવા મળ્યા હતા.

Rahul Gandhi mic off : 6 મિનિટ પછી માઈક ઓન થયું

6 મિનિટ પછી જ્યારે  માઈક ઓન થયું ત્યારે તેમણે કહ્યું કે જ્યાં પણ અમારી સરકાર આવશે, અમે ચોક્કસપણે ત્યાં જાતિની વસ્તી ગણતરી કરીશું. અમે તેલંગાણામાં આ કરી રહ્યા છીએ. ભારતની વસ્તી ગણતરી પર નજર કરીએ તો 15 ટકા દલિત છે, 15 ટકા લઘુમતીઓ છે, પરંતુ આજે પણ આપણને ખબર નથી કે કેટલા પછાત વર્ગો છે. પછાત વર્ગ 50 ટકાથી ઓછો નથી. 15 ટકા દલિત, 8 ટકા આદિવાસી, 15 ટકા લઘુમતી. આ રીતે, ભારતની 90 ટકા વસ્તી આ વર્ગોમાંથી આવે છે.

આ સમાચાર પણ વાંચો:  Maharashtra Government Formation: નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ક્યારે થશે? તારીખ થઈ ગઈ નક્કી?; આ ભાજપ નેતાએ જણાવી આખી યોજના…

Rahul Gandhi mic off : રાહુલ ગાંધીએ જાતિ ગણતરીની માંગને અનેકવાર દોહરાવી

સંસદમાં પોતાનું માઈક બંધ કરવાના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું, “જે કોઈ આ દેશમાં 3 હજાર વર્ષથી દલિતો અને આદિવાસીઓની વાત કરે છે, તેનો ગૃહમાં માઈક બંધ થઈ જાય છે. ઘણા લોકો આવ્યા અને મને બેસવા કહ્યું, મેં કહ્યું કે હું ઉભો રહીશ. તમે ઈચ્છો તેટલું માઈક બંધ કરી શકો છો, પણ હું ઊભો રહીશ.” આજના આ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ જાતિ ગણતરીની માંગને અનેકવાર દોહરાવી હતી. તેમણે એમ પણ પૂછ્યું કે શા માટે દેશના ટોચના ઉદ્યોગપતિઓમાંથી કોઈ દલિત, પછાત કે આદિવાસી વર્ગમાંથી નથી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Railways ભારતીય રેલવેની મોટી ભેટ; દેશમાં 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી, આ રાજ્ય ને મળશે 200 થી વધુ નવી ટ્રેનો
Longest Day of the Year 2026 ૨૧ જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ, જાણો શું છે તેની પાછળનું ખગોળીય કારણ.
Maharashtra Politics Crisis મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો શિવસેના બાદ હવે NCP (શરદ પવાર જૂથ) માં પણ બળવાની આશંકા, ૫ સાંસદો સંપર્કમાં હોવાનો દાવો
Indian Official Appointed as FATF Vice President FATF માં ભારતનો દબદબો, પ્રથમ વખત ભારતીય અધિકારી વિવેક અગ્રવાલ બન્યા ઉપાધ્યક્ષ
Exit mobile version