Site icon

Rahul Gandhi Pizza Video: અનંત-રાધિકાના લગ્ન સમયે રાહુલ ગાંધી ક્યાં હતા? વાયરલ વીડિયો દ્વારા થયો આ ખુલાસો.. જુઓ વિડિઓ..

Rahul Gandhi Pizza Video:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અનંત અને રાધિકાના શુભ આશીર્વાદ સેરેમનીમાં પહોંચ્યા હતા. આ સમારંભમાં મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરાયું હતું. આ પ્રસંગે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમનું સ્વાગત કર્યું અને સાથે મંચ સુધી લઈને ગયા હતા.

Rahul Gandhi Pizza VideoWhere was Rahul Gandhi at the time of Anant-Radhika's wedding This revelation was made through a viral video

Rahul Gandhi Pizza VideoWhere was Rahul Gandhi at the time of Anant-Radhika's wedding This revelation was made through a viral video

 News Continuous Bureau | Mumbai

Rahul Gandhi Pizza Video: કોંગ્રેસ સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીનો ( Rahul Gandhi ) એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી એક રેસ્ટોરન્ટમાં પિઝા ખાતા જોવા મળી રહ્યા છે. એક તરફ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાઈપ્રોફાઈલ વેડિંગ ફોટોઝ બધાની સામે આવી રહ્યા છે, તો બીજી તરફ લોકો વિચારી રહ્યા છે કે રાહુલ ગાંધી આટલા મોટા ભવ્ય લગ્ન છોડીને રેસ્ટોરન્ટમાં કેમ બેઠા છે.  

Join Our WhatsApp Community

આ વીડિયો કોઈ રેસ્ટોરાંનો છે જયાં રાહુલ ગાંધી ( Rahul Gandhi Congress ) બ્લૂ રંગની ટીશર્ટ પહેરીને બેઠો છે. તે પોતાના ટેબલની સામે બેઠેલી કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છે. તો રેસ્ટોરાંમાં ઘણાં લોકો છે જેઓ પોતપોતાનામાં વ્યસ્ત છે. એક યૂઝરે વીડિયોને એક્સ પર શેર કરતા કહ્યું કે, જ્યારે તમામ રાજનેતા અંબાણી ( Anant Ambani Radhika Merchant Wedding ) પરિવારના લગ્નમાં સામેલ થઈ રહ્યાં છે ત્યારે રાહુલ ગાંધી રેસ્ટોરાંમાં પિત્ઝા ઓર્ડર કરતા જોવા મળી રહ્યાં છે.

Rahul Gandhi Pizza Video: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશિર્વાદ આપવા માટે અનેક મોટા રાજનેતાઓએ ભાગ લીધો હતો.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશિર્વાદ આપવા માટે અનેક મોટા રાજનેતાઓએ ભાગ લીધો હતો. આમાં બંનેને આશીર્વાદ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. પીએમ મોદી લગ્ન સમારોહમાં પહોંચતા જ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું અને તેમને સ્ટેજ પર લઈ ગયા હતા. જ્યાં પીએમ મોદીએ બંનેને આશીર્વાદ આપ્યા હતા અને ભેટ પણ આપી હતી. આ પછી રાધિકા અને આનંદે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો: Rickshaw Driver Fluent English : આ રીક્ષા ચાલક કાકા બોલે છે ફરાટેદાર અંગ્રેજી, સાંભળશો તો તમે પણ દંગ રહી જશો! જુઓ વિડીયો

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી મુંબઈમાં રેલ્વે, બંદરો અને રસ્તાઓ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટ્સની કિંમત રૂ. 29,400 કરોડથી વધુની છે. 

મુંબઈમાં અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપવા આવેલા લોકોમાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ અન્ય ઘણા રાજનેતાઓ હાજર રહ્યા હતા . જેમાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પણ આ શુભ સમારોહમાં હાજરી આપી હતી. તો સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ પરિવાર સાથે લગ્ન સમારોહમાં હાજરી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version