ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
19 જુન 2020
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધયુ છે. એલએસી પર થયેલી હિંસક અથડામણમાં 20 જવાનોની શહાદત અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. રાહુલે એક ટ્વિટ દ્વારા પૂછ્યુ છે કે "હવે આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આખી યોજના બનાવી ચીને ભારતીય સૈનિકો પર હુમલો કર્યો છે. જો સરકાર સમયસર જાગી હોત, તો આ ઘટનાને રોકી શકી હોત". રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ની સુવાની કિંમત અમારા શહીદ સૈનિકોએ જીવ ગુમાવી ચૂકવવી પડી છે.
નોંધપાત્ર વાત એ છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પણ લદ્દાખની ગાલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોની શહાદત માટે સરકાર પર નિશાન સાધ્યું હતું અને પૂછ્યું હતું કે ચીનને સમજાવવા આપણા સૈનિકો નિ:શસ્ત્ર કેમ ગયા હતા? તેવો સવાલ કર્યો હતો.
કોંગ્રેસ નેતાએ ગયા બુધવારે પણ આ જ મામલે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે,'વડા પ્રધાન શા માટે ચૂપ છે? શા માટે તેઓ છુપાયેલા છે? બસ બહુ થયું હવે શું સાચું છે તે બધાને જણવવાની જરૂર છે.” વધુમાં તેમણે કહ્યું,“ ચીન આપણા સૈનિકોને મારી નાખવાની હિંમત કેવી રીતે કરી શકે? તેઓ ભારતની જમીન કબજે કરવાની હિંમત કેવી રીતે કરી હે?
આમ રાહુલ ગાંધી પાછલાં 5 દિવસથી એક જ મુદ્દે વિવિધ પ્રશ્ર્નો રોજ મોદી સરકાર ને પૂછી રહયાં છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
