Site icon

Rahul Gandhi Sikh Statement Controversy: શીખો પર નિવેદન આપી જબરા ફસાયા રાહુલ ગાંધી, કોંગ્રેસ સાંસદ ના ઘર બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન!

Rahul Gandhi Sikh Statement Controversy: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકામાં શીખ ધર્મ પર આપેલા નિવેદનને લઈને વિવાદ ઉભો થયો છે. તેમણે શીખ ધર્મની સ્વતંત્રતા પર પોતાના નિવેદનથી રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો છે અને 1984ના શીખ વિરોધી રમખાણોનો મુદ્દો પણ ગરમાયો છે.

Rahul Gandhi Sikh Statement Controversy Rahul Gandhi's turban talk in US ignites heated political drama back home

Rahul Gandhi Sikh Statement Controversy Rahul Gandhi's turban talk in US ignites heated political drama back home

News Continuous Bureau | Mumbai 

 Rahul Gandhi Sikh Statement Controversy: હાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ યુએસ મુલાકાત છે. રાહુલ ત્યાં કોને મળે છે અને શું નિવેદન આપે છે તેના પર માત્ર ભાજપ જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે. રાહુલે આરક્ષણથી લઈને ભારતમાં શીખોની સુરક્ષા સુધીની દરેક વાત કરી હતી. એટલું જ નહીં તેઓ અમેરિકાના વિવાદાસ્પદ સાંસદ ઈલ્હામ ઉમરને પણ મળ્યા હતા. આ મુદ્દાઓને લઈને ભાજપ રાહુલ ગાંધી પર પ્રહારો કરી રહ્યું છે. સૌથી મોટો વિવાદ રાહુલ ગાંધી ના શીખો પરના નિવેદનને લઈને છે. રાહુલ ભારતમાં શીખોની સુરક્ષાની વાત કરી રહ્યા હતા, પરંતુ એવું લાગે છે કે તેમનું પગલું બેકફાયર થયું છે. ભાજપ રાહુલ પર નિશાન સાધી રહ્યું છે ત્યારે ખાલિસ્તાની નેતાઓએ રાહુલના નિવેદનને આવકાર્યું છે.

Join Our WhatsApp Community

Rahul Gandhi Sikh Statement Controversy: રાહુલ ગાંધી નું  નિવેદન 

વાસ્તવમાં, એક કાર્યક્રમમાં રાહુલ ગાંધી ને ભારતમાં શીખોની સુરક્ષા વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે  ભારતમાં શીખ સમુદાયમાં ચિંતા છે કે શું તેમને પાઘડી અને કડુ પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં? શું તેઓ ગુરુદ્વારા જઈ શકશે? આ માત્ર શીખો માટે જ નહીં પરંતુ તમામ ધર્મો માટે ચિંતાનો વિષય છે..

 Rahul Gandhi Sikh Statement Controversy: ભાજપે 1984ના રમખાણોની યાદ અપાવી

દરમિયાન ભાજપ રાહુલ ગાંધી ના આ નિવેદનને 1984ના રમખાણો સાથે જોડી રહ્યું છે. બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે બધા જાણે છે કે જ્યારે રાહુલ ગાંધીનો પરિવાર કેન્દ્રમાં સત્તા પર હતો ત્યારે શીખોનું શું થયું હતું. પુરીએ કહ્યું કે દેશને આઝાદી મળ્યા બાદ આ પ્રથમ વખત છે જ્યારે શીખ સમુદાય સૌથી વધુ સુરક્ષિત અનુભવે છે. તેમણે વધુમાં કહ્યું કે આ સરકારે શીખ સમુદાય માટે સારું કામ કર્યું છે.

Rahul Gandhi Sikh Statement Controversy: રાહુલ ગાંધીના ઘરની બહાર પ્રદર્શન

રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં ભાજપના શીખ નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ દિલ્હીમાં રાહુલ ગાંધીના ઘરની બહાર પ્રદર્શન કર્યું. સાથે જ વિરોધીઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને શીખોનું કથિત અપમાન કરવા બદલ તેમની માફીની માંગ કરી હતી અને દેશમાં 1984ના શીખ વિરોધી રમખાણો માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. ભાજપે અમેરિકામાં શીખ સમુદાય વિશેની તેમની ટિપ્પણી પર ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ નેતા વિદેશમાં સંવેદનશીલ મુદ્દાઓ પર બોલીને ખતરનાક વાર્તા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.. ખાલિસ્તાની નેતાઓ  રાહુલ ગાંધીના નિવેદનના સમર્થનમાં આવ્યા હતા. રાહુલના નિવેદનને બોલ્ડ ગણાવતા પન્નુએ અલગ ખાલિસ્તાની રાષ્ટ્રની માંગને યોગ્ય ઠેરવી હતી. 

આ સમાચાર પણ વાંચો : Ayushman Bharat Yojana: આયુષ્માન ભારત પર મોદી સરકારનો મોટો નિર્ણય, હવે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે અધધ આટલા લાખ રૂપિયા સુધીની મફત સારવાર

 Rahul Gandhi Sikh Statement Controversy:  કોંગ્રેસે બચાવમાં શું કહ્યું 

રાહુલ પર ભાજપના પ્રહારનો સામનો કરવા કોંગ્રેસના પવન ખેડા મેદાનમાં ઉતર્યા હતા. તેમણે કહ્યું, શું એ કહેવું ખોટું છે કે શીખોને પાઘડી પહેરવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને અમે તે આઝાદી માટે લડીશું? ભાજપને આના પર શું વાંધો છે? શું શીખોને પાઘડી પહેરવાની સ્વતંત્રતા ન હોવી જોઈએ? આ એ જ પાર્ટી છે જેના નેતા અને દેશના વડાપ્રધાન લોકોને તેમના કપડાથી ઓળખવાનો દાવો કરે છે. આ એ જ ભાજપ છે જેના કાર્યકર્તાઓ વારંવાર મુસ્લિમોને મારતા જોવા મળે છે.

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version