Site icon

ED Raid In Rajasthan: રાજસ્થાનમાં EDની ઝડપી કાર્યવાહી…રાજસ્થાન CM અશોક ગહેલોતના પુત્ર વૈભવને આ કેસ હેઠળ EDનું સમન્સ.. જાણો શું છે આ મામલો… વાંચો વિગતે અહીં..

ED Raid In Rajasthan: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ વિદેશી ચલણ મેનેજમેન્ટ એક્ટ 1999 ના એક કેસ હેઠળ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતને સમન્સ મોકલાવ્યું છે.

Raid In Rajasthan Fast action by ED in Rajasthan...Rajasthan CM Ashok Gehlot's son Vaibhav summoned by ED under this case…

Raid In Rajasthan Fast action by ED in Rajasthan...Rajasthan CM Ashok Gehlot's son Vaibhav summoned by ED under this case…

News Continuous Bureau | Mumbai 

ED Raid In Rajasthan: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED )વિદેશી ચલણ મેનેજમેન્ટ એક્ટ 1999 (FEMA)ના એક કેસ હેઠળ રાજસ્થાનના સીએમ ( Rajasthan CM  ) અશોક ગેહલોતના ( Ashok Gehlot ) દીકરા વૈભવ ગેહલોતને ( Vaibhav Gehlot )  સમન્સ ( Summons )  મોકલાવ્યું છે. ઇડીએ આ સમન્સ એવા સમયે મોકલ્યું છે જ્યારે એજન્સી પહેલાથી જ રાજસ્થાન પેપર લીક કેસમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાના ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી છે.

Join Our WhatsApp Community

આજે સવારથી જ EDની ટીમ જયપુર, દૌસા અને સીકરમાં રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખના સ્થાનો પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, આ દરોડો રાજસ્થાન પરીક્ષા પેપર લીક કેસમાં મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં છે. EDને આ નેતાઓ વિરુદ્ધ પેપર લીક કેસ, મની લોન્ડરિંગ અને હવાલા દ્વારા મની ટ્રાન્સફરના કેસ અંગે ગુપ્ત ફરિયાદો મળી છે. RPAC સભ્ય બાબુલાલ કટારાની તાજેતરની પૂછપરછ અને કેટલાક કોચિંગ ઓપરેટરોની EDને ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

 સીએમના દીકરા સામે ઈડીના સમન્સે રાજકારણમાં ચર્ચા જગાવી…

આગામી દિવસોમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે આ દરોડા અને સીએમના દીકરા સામે ઈડીના સમન્સે ચર્ચા જગાવી છે. ઈડીએ વૈભવ ગેહલોતને દિલ્હી ઓફિસે પૂછપરછ માટે બોલાવ્યા છે. બીજી બાજુ આજે સવારે જ ઈડીની ટીમ રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખના જયપુર, દૌસા અને સીકરમાં આવેલા ઠેકાણે ત્રાટકી હતી. હજુ શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીની માહિતીના હિસાબે આ દરોડા રાજસ્થાન પેપર લીક કેસમાં મની લોન્ડરિંગની તપાસ મામલે પડાયા છે.

આ સમાચાર પણ વાંચો : Karnataka Road Accident : મોટી દુર્ઘટના! કર્ણાટકના ચિક્કાબલ્લાપુરામાં ભીષણ રોડ અકસ્માત, આટલા લોકોના મોત.. વાંચો વિગતે અહીં..

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ઈડીએ મુંબઈમાં એક હોટેલ ફર્મ સામે મની લોન્ડરિંગની તપાસમાં દરોડાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન જ FEMA હેઠળ જયપુર, ઉદયપુર, મુંબઈ અને દિલ્હીમાં વિવિધ સ્થળોએ 29થી 31 ઓગસ્ટ સુધી તપાસ અભિયાન ચલાવાયું હતું. આ કંપનીના નિર્દેશ રતન કાંત શર્મા છે, જે રાજસ્થાનના સીએમ ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતના પાર્ટનર છે.

 

Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Martyrs’ Day 2026: મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ પીએમ મોદી અને સીએમ યોગીની શ્રદ્ધાંજલિ: ‘સ્વદેશી’ ને ગણાવ્યું વિકસિત ભારતનું પાયાનું તત્વ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Wings India 2026: મુંબઈ-બેંગલુરુને પછાડી આ એરપોર્ટ એ જીત્યો ‘બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર’નો ખિતાબ; વિજેતાઓની યાદીમાં બિહાર પણ સામેલ
Exit mobile version