Railway News : નવી દિલ્હીમાં યોજાયો 68મો રેલવે સપ્તાહ સમારોહ, આટલા અધિકારીઓને અતિ ‘વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર’ એવોર્ડ એનાયત કરાયા..

Railway News : નવી દિલ્હીમાં યોજાયો 68મો રેલવે સપ્તાહ સમારોહ, આટલા અધિકારીઓને અતિ ‘વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર’ એવોર્ડ એનાયત કરાયા..

News Continuous Bureau | Mumbai

Railway News : શુક્રવાર, 15 ડિસેમ્બર, 2023 ના રોજ નવી દિલ્હીમાં ( New Delhi ) આયોજિત 68મા રેલ સપ્તાહની ઉજવણીમાં પશ્ચિમ રેલવે ( Western Railway ) ને વર્ષ 2023 માટે પાંચ શીલ્ડ અને સાત વ્યક્તિગત અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારો ( Rail Service Awards ) પ્રાપ્ત થયા.

Join Our WhatsApp Community
Railway News Western Railways 68th Rail Week Awards Ceremony Held In New Delhi.

Railway News Western Railways 68th Rail Week Awards Ceremony Held In New Delhi.

 

પશ્ચિમ રેલવેને વેચાણ પ્રબંધન, રેલ સહાય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રતિષ્ઠિત અતિ વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર શિલ્ડ પ્રાપ્ત કર્યા. પશ્ચિમ રેલવેએ ટ્રાફિક ટ્રાન્સપોર્ટેશન શીલ્ડ (દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે), લેવલ ક્રોસિંગ અને રોડ ઓવર/અંડરબ્રિજ સેફ્ટી વર્ક્સ શીલ્ડ (પૂર્વ મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે) અને સ્ટોર શીલ્ડ (મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે) પણ મેળવ્યા છે. આ પ્રતિષ્ઠિત શીલ્ડો પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ( Rail Week Awards Ceremony ) માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ ( ashwini vaishnaw ) પાસેથી પ્રાપ્ત કરવામાં આવી હતી.

Railway News Western Railways 68th Rail Week Awards Ceremony Held In New Delhi.

આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈના અંધેરીમાં પાઈપલાઈન ફોડનારા કૉન્ટ્રેક્ટરે BMCની નોટિસની કરી અવગણના, હવે પાલિકા કરશે આ કડક કાર્યવાહી..

તેવી જ રીતે, પશ્ચિમ રેલવેના સાત અધિકારીઓને વર્ષ 2022-23 દરમિયાન તેમની પ્રશંસનીય કામગીરી માટે આ પ્રસંગે વ્યક્તિગત “અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” પ્રાપ્ત થયા. આ એવોર્ડ વિજેતાઓ છે (1) શ્રી યોગેશ કુમાર – ડેપ્યુટી ચીફ એન્જિનિયર (2) શ્રી અનંત કુમાર – ડેપ્યુટી ચીફ એન્જિનિયર (3) ડૉ. જેનિયા ગુપ્તા – વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક (4) શ્રી પ્રિયાંશ અગ્રવાલ – ડિવિઝનલ એન્જિનિયર (5) શ્રીમતી મેનકા ડી. પાંડિયન – વરિષ્ઠ અનુભાગ અધિકારી (6) શ્રી બિનય કુમાર ઝા – સ્ટેશન અધિક્ષક (પરિચાલન) (7) શ્રી સંજુ પાસી – વાણિજ્ય અધિક્ષક, જેમને માનનીય રેલ્વે મંત્રી તરફથી અતિ વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર પ્રાપ્ત થયા. પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર પશ્ચિમ રેલવેના અધિકારીઓની પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરી અને આ પ્રતિષ્ઠિત પુરસ્કારો માટે તેમને અભિનંદન આપ્યા.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version