Site icon

લો બોલો, કુંભ મેળાના નામ પર રેલવે શ્રધ્ધાળુઓના ખિસ્સા ખાલી કરવાની તૈયારીમાં. ટ્રેનના ભાડામાં કર્યો આટલો ગણો વધારો. જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

21 જાન્યુઆરી 2021

કુંભમેળાની શરૂઆત પહેલાં જ રેલવેએ આગળ ઝીરો ઉમેરીને શ્રધ્ધાળુઓના ખિસ્સા ખાલી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. રેલવેએ 18 ટ્રેનોના જૂના નંબરોની આગળ ઝીરો લગાવીને કુંભ સ્પેશિયલ ટ્રેનનું નામ આપી દીધુ છે, હકીકતમાં આ ટ્રેનો પહેલાથી ચાલી જ રહી છે. કુંભ સ્પેશિલ ટ્રેનનું નામ આપીને રેલવે શ્રધ્ધાળુંઓ પાસેથી ત્રણ ગણું ભાડું વસુલતી હોવાનું જાણવા મળ્યું છે.

કુંભમેળાની શરૂઆત મકરસંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરીથી થઇ ચુકી છે અને એપ્રિલ મહિના સુધી ચાલશે, આ વખતે કુંભ મેળો હરિદ્રારમાં થવાનો છે. ત્યારે રેલવે કુંભ મેળા પહેલાં ચાલતી હરિદ્રારથી મુરાદાબાદની 18 ટ્રેનોને કુંભ સ્પેશિયલ નામ આપીને ફરી શરૂ કરી છે. કોરોના કાળમાં જે ટ્રેનોના ભાડા સામાન્ય હતા તેમાં રેલવેએ હવે ત્રણ ગણું ભાડું વધારી દીધું છે.  

હરિદ્વારથી મુરાદાબાદ જવા માટે ઉપાસના એકસપ્રેસ ટ્રેનનું સ્લીપરનું ભાડું 170 રૂપિયા હતું જે સ્પેશિયલ કુંભ ટ્રેનના નામે 415 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. એની સાથે ફર્સ્ટ અને સેકન્ડ એસીના ભાડામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ટ્રેનોના ભાડાં વધવાને કારણે યાત્રીઓ હવે બસમાં ધસારો કરી રહ્યા છે.

આ ટ્રેનના નંબર બદલીને ભાડાં ત્રણ ગણાં કરી દેવાયા

02369 કુંભ એકસપ્રેસ સ્લીપર પહેલાં 170, હવે 415

03009 દૂન એકસપ્રેસ સ્લીપર પહેલા 170, હવે 355

05005 ગંગા-રાપ્તી સ્લીપર પહેલાં 140, હવે 385

03010 યોગનગરી હાવડા પહેલાં 170, હવે 385

02327 ઉપાસના સુપર ફાસ્ટ પહેલાં 170, હવે 415

ઉલ્લેખનીય છે કે કુંભમેળાના પવિત્ર શાહી સ્નાન માટે દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ જતા હોય છે. કોરોના મહામારી વચ્ચે પણ દેશના આધ્યાત્મિક રાજધાની ગણાતા હરિદ્રારમાં કરોડો રૂપિયાના ખર્ચે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો કુંભ મેળાનું આયોજન બાર વર્ષ પછી થતું હોય છે, પરંતું આવતા વર્ષે ગુરુ કુંભ રાશિમાં નહીં હોવાને કારણે એક વર્ષ પહેલાં એટલે કે 11મા વર્ષે કુંભ મેળાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. કુંભ મેળામાં સામાન્ય લોકો અને મોટી સંખ્યામાં સાધુઓ પણ શાહી સ્નાન માટે એકઠાં થતા હોય છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version