News Continuous Bureau | Mumbai
Rajasthan Assembly Election: રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ( Vasundhara Raje ) રાજનીતિમાંથી ( politics ) નિવૃત્તિ ( Retirement ) લેવાના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. નિવૃત્તિના નિવેદન પર વસુંધરા રાજેએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘આ વાત મજાકમાં કહેવામાં આવી હતી, મેં આ વાત દુષ્યંતની પરિપક્વતાના સંદર્ભમાં કહી હતી. જો હું નિવૃત્ત થઈ ગઈ હોઉં તો હું શા માટે ઉમેદવારી નોંધાવું? મેં રાજ્યની સેવા કરી છે અને કરતી રહીશ. પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે છેલ્લા બે દિવસથી ઝાલાવાડ જિલ્લાના પ્રવાસે છે.
#WATCH | On her “I feel I can retire now” remark reported by the media, former Rajasthan CM and BJP’s candidate from Jhalarpatan says, “…Jhalawar is my family. In this family, we speak a lot of things that have no political connotation. I said that yesterday because after… pic.twitter.com/ELALGiLf5O
— ANI (@ANI) November 4, 2023
રાજસ્થાન ( Rajasthan ) ના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ( Vasundhara Raje ) એ શનિવારે ઝાલરાપાટન ( Jhalrapatan ) વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી ( Candidacy ) નોંધાવી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી ( Prahlad Joshi ) પણ સ્થળ પર હાજર હતા. વસુંધરા રાજેએ છેલ્લા 34 વર્ષથી આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
Former Chief Minister of Rajasthan and senior leader of @BJP4India Smt. @VasundharaBJP Ji filed her nomination from Jhalrapatan. It was my privilege to accompany her and other senior leaders with our enthusiastic karyakartas to the nomination.
राजस्थान की पूर्व मुख्यमंत्री और… pic.twitter.com/xrpVA6D6VU
— Pralhad Joshi (@JoshiPralhad) November 4, 2023
તે 5 વખત સાંસદ અને 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ રીતે, ઝાલરાપાટન વિધાનસભા ક્ષેત્રમાંથી રાજેની આ 10મી ઉમેદવારી છે. નોમિનેશન પહેલા વસુંધરા રાજે ઝાલાવાડના રાડીના બાલાજી મંદિરમાં ગયા અને પ્રાર્થના કરી અને ભગવાનના આશીર્વાદ લીધા. આ પછી તેઓ માણસા પૂર્ણા હનુમાનજી મંદિર ગયા અને પૂજા કરી. અને પછી ઉમેદવારી ફોર્મ ભરવા માટે 1:30 વાગે ત્યાંથી રવાના થયા હતા.
આ સમાચાર પણ વાંચોઃ Nepal Earthquake: નેપાળમાં ભારે તબાહી વચ્ચે ફરી આવ્યો ભૂકંપનો ઝટકો, 157નાં મોત.. જાણો વિગતે અહીં..
રાજસ્થાનમાં 25મી નવેમ્બરે 200 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે….
ઝાલરાપાટન વિધાનસભા મતવિસ્તારમાંથી ફરી એકવાર BJP ના ઉમેદવાર બનાવવા પર શુક્રવારે પોતાનું પહેલું નિવેદન આપતા રાજેએ કહ્યું હતું કે, રાજ્યમાં ફરી એવો જ વિકાસ થશે જેવો વિકાસ અગાઉની ભાજપ સરકાર વખતે થયો હતો. જ્યારે હું પહેલીવાર ઝાલાવાડ આવી હતી ત્યારે આ વિસ્તાર ઘણો પછાત હતો. પરંતુ આટલા વર્ષોમાં સૌના સહયોગથી ઝાલાવાડ વિકાસના અનેક આયામોને સ્પર્શી ગયું છે
ઝાલાવાડમાં શક્તિ પ્રદર્શન દરમિયાન આપવામાં આવેલા વસુંધરા રાજેના આ નિવેદનની હાલ સમગ્ર રાજસ્થાનમાં ચર્ચા થઈ રહી છે. નામાંકન ભર્યા બાદ મીડિયાએ જ્યારે રાજેને આ નિવેદન વિશે પૂછ્યું તો વસુંધરાએ કહ્યું, ‘ઝાલાવાડ મારો પરિવાર છે. આ પરિવારમાં આપણે એવી ઘણી બાબતો વિશે વાત કરીએ છીએ જેનો કોઈ રાજકીય અર્થ નથી. વધુમાં તેમણે કહ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું ક્યાંય જવાની નથી. મેં હમણાં જ મારું ઉમેદવારી પત્ર ભર્યું છે. મારી નિવૃત્તિ વિશે તમારા મનમાં કંઈ વાત રાખશો નહીં.
રાજસ્થાનમાં 25મી નવેમ્બરે 200 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે, જેની મતગણતરી 3જી ડિસેમ્બરે થશે. પોતાના ભાષણમાં પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્યમાં સરકારી ભરતી માટે પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર પણ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજસ્થાન ત્યારે જ ફરીથી નંબર વન રાજ્ય બનશે જ્યારે લોકો ભાજપને આગળ લઈ જવા માટે કામ કરશે.
