સીમા સુરક્ષા દળએ પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુષણખોરીનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ તસ્કરોના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધા છે.
બીએસએફે રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સ્થિત ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર માદક પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી કરતા 56 કિલો 600 ગ્રામ હેરોઇન જપ્ત કરી છે.
આ જપ્ત કરાયેલા હેરોઇનની બજાર કિંમત 300 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
તસ્કર સરહદ પારથી હેરોઇનની તસ્કરી એક પાઇપ દ્વારા કરી રહ્યા હતા. હેરોઇન પીસી પાઇપમાં નાખીને તારની બીજી તરફ ભારતીય સરહદમાં નાખવામાં આવી હતી.
બીએસએફ દ્વારા આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કહેવામાં આવી રહી છે.
